શિલ્પા શેટ્ટી, મીરા રાજપૂતથી લઈને સોનમ કપૂર સુધી, જુઓ બોલીવુડ હસીનાઓનો Karwa Chauth લુક

Bollywood Karwa Chauth 2023: દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવુડની અભિનેત્રીઓએ અનિલ કપૂરના મુંબઈ સ્થિત નિવાસ પર કરવા ચોથની પૂજા કરી હતી. કરવા ચોથની ઉજવણી કરવા માટે અભિનેત્રીઓ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. 

1/6
image

આ વર્ષે કરવા ચોથની પૂજા કરવા અભિનેતા અનિલ કપૂરના ઘર પર શિલ્પા શેટ્ટી, નતાશા દલાલ, માના શેટ્ટી, મીરા કપૂર અને ગીતા બસરા જેવી હસ્તિઓ હાજર રહી હતી. 

2/6
image

આ ખાસ પ્રસંગે અભિનેતા અનિલ કપૂર પણ હાજર રહ્યાં અને તેમની સાથે સોનમ કપૂર પણ જોવા મળી હતી. પિતા-પુત્રીની તસવીરો પણ વાયરલ થઈ છે. 

3/6
image

તો અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની નણંદ રીના કુંદ્રાની સાથે અનિલ કપૂરના ઘરે કરવા ચોથ ઉજવવા પહોંચી હતી. શિલ્પા શેટ્ટી અનિક કપૂરના ઘરે પહોંચી ત્યારે પેપરાજીએ તેનું ગર્મજોશીથી સ્વાગત કર્યું. શિલ્પા ગુલાબી સાડીમાં પરંપરાગત રીકે તૈયાર થઈને પહોંચી હતી. 

4/6
image

આ સિવાય શિલ્પા શેટ્ટી પોતાની નણંદ રીના કુંદ્રા પણ કમાલની લાગી રહી છે. તેણે રેડ એન્ડ પિંક પ્રિન્ટેડ સાડી પહેરી છે. રીના પોતાની ભાભી શિલ્પાની સાથે પેપરાજીને ખાસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી. 

5/6
image

આ સિવાય અનિલ કપૂરના ઘર પર બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર પણ પહોંચી. તેણે આ ખાસ પ્રસંગે લાલ કલરની સાડી પહેરી હતી. મીરા ટ્રેડિશનલ લુકમાં ખુબ સુંદર લાગી રહી છે. 

6/6
image

તો આ પ્રસંગે સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા પણ અનિલ કપૂરના ઘરે પહોંચી. કરવા ચોથની પૂજામાં ભાગ લેતા પહેલા પેપરાજી માટે તેમણે પોઝ આપ્યા હતા. ગીતા લાલ સાડીમાં જોવા મળી હતી.