સૂકા કુવામાંથી નિકળવા લાગી 500 અને 2000ની નોટો, પૈસા વિણવા તૂટી પડ્યા લોકો

કાનપુર: ઉત્તર પ્રદેશ (Utter Pradesh) ના કાનપુર (Kanpur) માં એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક પ્રાચીન શિવ મંદિરના કુવામાંથી 100, 200, 500 અને 2 હજાર રૂપિયાની નોટો નિકળી રહી છે. આ ઘટના વિશે જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. દૂર દૂરથી લોકો આ કુવાને જોવા પહોચી રહ્યા છે. 
 

સુકા કુવામાંથી નિકળી રહી છે નોટો

1/5
image

તમને જણાવી દઇએ કે ગામના કિનારે પ્રાચીન શિવ મંદિર છે. તે પરિસરમાં જ એક સુકો ખંડેર ચાલીસ ફૂટ ઉંડો કુવો છે. મંગળવારે બપોરે કેટલાક છોકરા મંદિર પરિસરમાં રમી રહ્યા હતા. તેમાંથી કેટલાકે કુવામાં જોયું તો નોટ જેવું પડેલું જોવા મળ્યું. 

200, 500 અને 2000 ની નોટ...

2/5
image

ત્યારબાદ છોકરાઓએ ચિકણા ફળને દોરી વડે બાંધીને કુવામાં લટકાવીને ઉતાર્યું તો 100, 200 અને 500 અને બે હજારની નોટ નિકળી.  

દૂર દૂરથી જોવા આવી રહ્યા છે લોકો

3/5
image

કુવામાં નોટો પડેલી હોવાથી જાણકારી મળ્યા બાદથી જ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. કુવાની અંદર નોટ નિકળવાના સમાચાર આસપાસના ગામમાં આગની માફક ફેલાઇ ગયા. જોત જોતાં અહીં ભીડ એકઠી થવા લાગી. 

અત્યાર સુધી નિકળ્યા આટલા હજાર રૂપિયા

4/5
image

ગ્રામીણના અનુસાર અત્યાર સુધી કુવાની અંદરથી આઠ-નવસો હજાર રૂપિયા નિકળી ચૂક્યા છે. 

આખરે કુવામાં ક્યાંથી આવી નોટ?

5/5
image

અત્યારે પણ કુવાની અંદર નોટો પડેલી જોવા મળી. ગ્રામીણોના અનુસાર અંદર એક મોબાઇલ પણ પડેલો હતો. આ સમગ્ર ઘટના પર હાલ વહિવટીતંત્ર તરફથી કોઇ જાણકારી સામે આવી નથી.