ફિલ્મના સેટ જેવો જ છે કંગના રનૌતની ઓફિસનો અંદરનો લુક, જુઓ Inside pics
કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ પર આજે બીએમસીએ બુલડોઝર ફેરવ્યું છે.
નવી દિલ્હી: કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ પર આજે બીએમસીએ બુલડોઝર ફેરવ્યું છે. એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં જ તેના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે અને તેની ઓફિસ જોવા જેવી હતી. કંગનાએ પાલી હિલના Bungalow number 5ને તેનો વર્ક સ્ટૂડિયો બનાવ્યો અને તેના માટે તેણે દરેક વસ્તુને ફરી નવો દેખાવ આપ્યો હતો. કંગનાએ આ સપના જેવું વર્કસ્પેસ સેલિબ્રિટી ડિઝાઇનર શબનમ ગુપ્તાની સાથે મળીને તૈયાર કર્યું છે. જુઓ કંગનાની આ સુંદર ઓફિસની ઇનસાઇડ તસવીરો...
કંગનાની ઓફિસની Inside Pics
બોમ્બે હાઇકોર્ટે બુધવારે કંગના રનૌતને મોટી રાહત આપતા તેની ઓફિસના ગેરકાયદેસર બાંધકામને તોડવા પર પ્રતિબંધ મુક્યો છે. કોર્ટે બીએમસીની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો હતો. અભિનેત્રીએ બીએમસીની કાર્યવાહીને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો.
બીએમસીએ કંગનાની ઓફિસના એક ભાગને ગેરકાયદેસર ગણાવી તોડફોડની કાર્યવાહી કરી છે. પહેલા બીએમસીએ એક નોટિસ મોકલી અને ગેરકાયદેસર બાંધકામને તોડવાની વાત કરી અને થોડા જ સમયમાં બીએમસીના અધિકારી હથોડા લઇને કંગનાની ઓફિસ પહોંચ્યા હતા.
બીએમસીના કર્મચારીઓએ ઓફિસની અંદર તોડફોડ કરી. લગભગ અઢી કલાકની કાર્યવાહી બાદ કંગનાની ઓફસથી બીએમસી ટીમ પરત ફરી હતી. કંગના રનૌતે મુંબઇની સરખામણી પીઓકેથી કરી હતી. ત્યારબાદ તેના પર આ કાર્યવાહી કરવામાં આવી.
કંગનાનો બંગલો મુંબઇ ઉપનગર જિલ્લામાં આવે છે. કંગનાએ આ બંગલો લગભગ 3 વર્ષ પહેલા ખરીદ્યો હતો. તેની કિંમક લગભગ 20 કરોડ રૂપિયા હતી.
આ ગ્રાઉન્ડ+2 માળનો બંગલો છે. જેને ઓફિસમાં રૂપાંતર કરવામાં આવ્યો છે. 565 ચોરસ ફૂટના એડિશનલ પાર્કિંગ ખરીદવામાં આવ્યું છે.
શબનમ ગુપ્તાએ તેની ડિઝાઇન કરી છે. કુલ 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ પ્લસ બે સ્ટોરનો એરિયા છે. વિસ્તાર પાલી હિલ છે. આ મુંબઇ ઉપનગરનો વિસ્તાર છે.
Trending Photos