અભિનેત્રી કંગના રનોતની 48 કરોડની ઓફિસ પર ચાલ્યું BMCનું બુલડોઝર, જુઓ તસવીરો


Kangana Ranautના સપનાની ઓફિસ પર બીએમસીએ બુલડોઝર ફેરવી દીધું છે. ગેરકાયદેસર બાંધકામનો હવાલો આપતા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. કંગના બીએમસીના આ પગલાથી ખુબ ગુસ્સામાં છે. 

મુંબઈઃ અભિનેત્રી કંગના રનોતની બાંદ્રા વેસ્ટના પાલી હિલ રોડ પર સ્થિત આલીશાન ઓફિસ પર બીએમસીનું જેસીબી ચાલી ગયું છે. બીએમસીએ અહીં બુલડોઝર ફેરવી દીધું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી છે. 

1/5
image

ઓફિસમાં તોડફોડ કરવા અંગે બીએમસીના એક અધિકારીએ કહ્યું કે, અમે કંગનાને 24 કલાકનો સમય આપ્યો હતો, પરંતુ તેના તરફથી કોઈ જવાબ આપ્યો નથી. ત્યારબાદ બુધવારે બીએમસીએ કંગનાની ઓફિસમાં તોડફોડ શરૂ કરી છે. 

2/5
image

મહત્વનું છે કે કંગનાની આ ઓફિસ 48 કરોડમાં બનેલી છે. કંગનાની આ ઓફિસને બનાવવા માટે મુંબઈના પાલિ હિલ સ્થિત બંગલા નંબર પાંચને રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ક સ્ટૂડિયો બનાવવામાં આવ્યો હતો. 

3/5
image

બીએમસીએ કંગનાની સુંદર અને આલીશાન ઓફિસમાં ખુબ તોડફોડ કરી. આ વચ્ચે કંગનાએ તસવીરો ટ્વીટ કરતા મુંબઈની તુલના પાકિસ્તાન સાથે કરી છે. 

4/5
image

પહેલા બીએમસીના ઓફિસર કંગના રનોતની ઓફિસ પહોંચ્યા. ત્યારબાદ ત્યાં ગેરકાયદેસર બાંધકામનો હવાલો આપીને નોટિસ લગાવવામાં આવી હતી. 

5/5
image

કંગનાએ બીએમસી પાસે એક સપ્તાહનો સમય માગ્યો હતો. બીએમસીએ કંગનાને સમય આપવાનો ઇનકાર કરી દીધો હતો.