બહેનોએ એકના એક ભાઈના મૃતદેહ પર રાખી બાંધીને તેને અંતિમ વિદાય આપી

Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : ગોંડલની ખાનગી સ્કૂલની હોસ્ટેલના બેજવાબદાર સંચાલકોની બેદરકારીને કારણે એક બ્રાહ્મણ પરિવારનો દીવો બુજાઈ ગયો. માળિયા હાટીના હવેલીના મુખિયાજીનો એક માત્ર કાંધિયો અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે તેને અશ્રુભર આંખે અંતિમ વિદાય આપવી પડી. ગોંડલની નામી શિક્ષણ સંસ્થાના બેદરકારીભર્યા વહીવટને કારણે એક પરિવારે દીકરો અને ભાઈઓએ તેમનો ભાઈ ગુમાવ્યો.

ધોરણ-12 માં ભણતા વિદ્યાર્થીનું મોત

1/8
image

ગોંડલની ધોળકિયા હોસ્ટેલમાં રહેતા ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. 4 દિવસથી બિમાર હોવા છતાં વિદ્યાર્થીના પરિવારને ન જાણ કરાઈ. રક્ષાબંધનના દિવસે 2 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો. મૂળ માળીયા હાટીના શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. હોસ્ટેલની બેદરકારીથી વિદ્યાર્થીઓનું મોત થયાના પરિવારે આક્ષેપ કર્યો છે. સાથે જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ ન્યાયની માંગ કરી.

તબિયત વધુ બગડ્યા બાદ વાલીને જાણ કરી

2/8
image

વિદ્યાર્થીના પરિવારજનોએ રોષ સાથે કથની વર્ણવતા જણાયું હતું કે સંસ્થા દ્વારા સતત ચાર દિવસ થયા તબિયત કથળતી હોઈ અને સામાન્ય બીએચએમેસ ડોકટર પાસે સારવાર કરાવી હતી. તબિયત વધુ બગડ્યા બાદ વાલીને જાણ કરી હતી અને રવિવાર હોઈ કોઈ ડોકટરે અમારી દીકરાની સારવાર ન કરી, તેથી અમને વ્હાલસોયો દીકરો ગુમાવવો પડ્યો છે.   

ધોળકિયાના સંસ્થાપકોની બેજવાબદરી

3/8
image

ધોળકિયાના સંસ્થાપકોની બેજવાબદરી અને જે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવી તેની સારવાર પણ તબિયત લથડતાં મદદ કરવાના બદલે આ લોકોની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવી પડ્યો છે.

4/8
image

માળિયા હાટીનાના રહેવાસી અને અત્રેની ગોવર્ધન નથજીની હવેલીમાં મૂખ્યાજી (પૂજારી) તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠક બે દીકરીઓ અને એક 17 વર્ષીય પુત્ર છે. તેમનો દીકરો શ્યામ ગોંડલની ધોળકિયા શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

5/8
image

મૃતક વિદ્યાર્થી શ્યામનું સંસ્થાની બેદરકારીને કારણે મોત થયું હોય માળિયા હાટીના બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવો દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સાથે જ લોકોમાં શોક વ્યાપી ગયો છે. 

6/8
image

મૃતક શ્યામની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈ લાંબા આયુષના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધી, ત્યારે ત્યાં હાજર દરેક આંખોમાં અશ્રુ રોકી શક્યા ના હતા. મૃતક શ્યામને તેના પિતરાઈ સાવન અને બને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભરી આખે શોક ભેર વિદાય આપી હતી.

7/8
image

વૈષ્ણવ સમાજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા બ્રહ્મ સમાજ સહિત બહોળી સંખ્યામાં કિશોરની અંતિમયાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલી અર્પી હતી.  

8/8
image