જામનગર : સળગતા કપાસીયા પર ખુલ્લા પગે ગરબે ઘૂમે છે આ મંડળના યુવકો

ગરબીમાં ખેલૈયાઓ અલગ અલગ સ્ટાઈલમાં ગરબા રમતા હોય છે. પણ કેટલીક પરંપરાગત સ્ટાઈલ એવી છે જેને આજે પણ લોકોએ જાળવી રાખી છે. જામનગરમાં એક એવી ગરબી છે કે, અહીં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મસાલા રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ અદભૂત હોય છે. લોકોમાં આ રાસનું ખાસ આકર્ષણ છે, જેથી આ રાસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થાય છે. દાંતરડા, મશાલ અને તલવારથી ખેલૈયાઓ કઈ રીતે રમે છે રાસ તે જોવાનો રોમાંચ જ કંઈક અલગ છે. 

મુસ્તાક દલ/જામનગર :ગરબીમાં ખેલૈયાઓ અલગ અલગ સ્ટાઈલમાં ગરબા રમતા હોય છે. પણ કેટલીક પરંપરાગત સ્ટાઈલ એવી છે જેને આજે પણ લોકોએ જાળવી રાખી છે. જામનગરમાં એક એવી ગરબી છે કે, અહીં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મસાલા રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ અદભૂત હોય છે. લોકોમાં આ રાસનું ખાસ આકર્ષણ છે, જેથી આ રાસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થાય છે. દાંતરડા, મશાલ અને તલવારથી ખેલૈયાઓ કઈ રીતે રમે છે રાસ તે જોવાનો રોમાંચ જ કંઈક અલગ છે. 
 

1/3
image

જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. ગરબીના આયોજકના મતે પટેલ યુવક ગરબી મંડળ છેલ્લાં સાત દાયકાથી ગરબીનું આયોજન કરે છે. આ પ્રકારના આયોજન પાછળનો તેનો હેતું પ્રાચીન પરંપરાને જાળવી રાખવાનો છે.

2/3
image

મંડળના સંચાલક મિતેશ કપુરીયા કહે છે કે, દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ અહીં ખેલૈયાઓ વર્ષોથી રમે છે. આ રાસને નિહાળવા માટે લોકો અહીં દૂર દૂરથી આવે છે. તો બીજી તરફ રાસની તૈયારી માટે 75 જેટલા ખેલૈયાઓ પણ દોઢ થી બે માસ સુધી સતત પરસેવો પાડે છે અને વિવિધ સ્ટેપ્સ સાથેના આ રાસ તૈયાર કરે છે. મશાલ રાસ દરમિયાન ખેલૈયાઓ હાથમાં સળગતી મશાલ લઈને તો રમે જ છે. પરંતુ, રાસના અંતમાં ખેલૈયાઓ જ્યાં રમતા હોય છે ત્યાં સળગતા કપાસીયા નાંખવામા આવે છે. તેના પર ખુલ્લા પગે રમી માતાજીમાં અનેરી આસ્થાનુ ઉદાહરણ પૂરું પાડે છે.

3/3
image

આજે જ્યારે શેરી ગરબીઓ લુપ્ત થઈ રહી છે. પરંપરાગત વાંજિત્રોનું સ્થાન ડીજેએ લઈ લીધું છે. ત્યારે પટેલ યુવક ગરબી મંડળ એવું છે કે, અહીં આજે પણ હારમોનિયમ, ઢોલક, તબલાં અને શરણાઈની મદદથી ગરબા ગાવામા આવે છે. અહીં રમતા 75 જેટલા યુવાનો એવા છે કે, જેઓ વર્ષોથી અર્વાચીન ગરબીમાં રમવા જવાને બદલે અહીંજ રમવાનું પસંદ કરે છે.