જામનગરમાં પણ જ્યાં જુઓ ત્યાં વિનાશ, વૃક્ષો ધરાશાયી થતા વાહનોને નુકસાન, હાઈવે બંધ, જુઓ તસવીરો

Biparjoy Cyclone: ગુજરાતને ટકરાઈને ગુરુવારે રાત્રે બિપરજોય વાવાઝોડું પસાર થયું છે. વાવાઝોડું તો પસાર થઈ ગયું પરંતુ તેના કારણે સર્જાયેલી તબાહીના દ્રશ્યો હવે સામે આવવા લાગ્યા છે. હજુ પણ રાજ્યભરમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રભરમાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેવામાં જામનગરમાં થયેલી વાવાઝોડાની અસરની તસવીરો સામે આવી છે. 

1/4
image

જામનગરમાં ભારે પવન ફુંકાવાથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. મોટા વૃક્ષો ભારે પવન સાથે તુટીને ફંગોળાતા અનેક વાહનોને નુકસાન થયું છે. જામનગરમાં ઠેરઠેર તબાહી જોવા મળે છે. કોઈ જગ્યાએ વાહન તો કોઈ જગ્યાએ મકાનોને નુકશાન થયું છે. 

2/4
image

જામનગરમાં બિપરજોયના પગલે ગઈકાલ રાતથી ભારે પવન ફૂંકાવાની શરુઆત થઈ હતી. જે સ્થિતિ આજે સવાર સુધી યથાવત છે. 

3/4
image

તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે અનેક રસ્તા પર વૃક્ષો ધરાશાઈ થયા છે. જાણવા મળતી માહિતી અનુસાર કાલાવડ-ધોરાજી હાઇવે પર વૃક્ષો પડી જવાથી હાઇવે બંધ થયો હતો. 

4/4
image

ઠેર ઠેર રસ્તા વચ્ચે વૃક્ષો પડી જતા વાહનવ્યવહાર અને અવિરત વરસાદના કરાણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે.