Independence Day: ITBP એ લદ્દાખમાં શાનથી ફરકાવ્યો તિરંગો, જુઓ આઝાદીના જશ્નની તસવીરો

Independence Day: આજે 15 ઓગસ્ટના દેશ 75માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોએ લદ્દાખમાં Pangong Tso ઝીલના કિનારા પર તિરંગો ફકરાવ્યો. ત્યારબાદ જવાનોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. 
 

ITBP ના જવાનોએ મનાવ્યો આઝાદીનો જશ્ન

1/5
image

આજે દેશ આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ખુશી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ. તો આઈટીબીપીના જવાનોએ લદ્દાખમાં Pangong Tso ઝીલના કિનારા પર ધ્વજારોહણ કર્યું. (ફોટો સાભાર- ANI)

જોશમાં જોવા મળ્યા આઈટીબીપીના જવાન

2/5
image

ભારતનો ઝંડો ફરકાવતા આઈટીબીપીના જવાન ખુબ જોશમાં જોવા મળ્યા. દેશની સરહદો પર સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવવામાં આવ્યો. (ફોટો સાભાર- ANI)

 

 

જવાનોએ તિરંગાને આપી સલામી

3/5
image

ધ્વજારોહણ બાદ આઈટીબીપીના જવાનોએ તિરંગાને સલામી આપી અને ભારત માતા કી જય બોલાવી હતી. (ફોટો સાભાર- ANI)

 

 

ભારત-ચીન બોર્ડર પર આઝાદીનો જશ્ન

4/5
image

ભારત-ચીન બોર્ડર પર આઝાદીના પર્વનો જશ્ન શાનદાર રહ્યો. આઈટીબીપીના જવાનો હાથમાં તિરંગો લઈ પરેડ કરતા જોવા મળ્યા હતા. (ફોટો સાભાર- ANI)

 

 

દરેક જગ્યા પર રાખવામાં આવી રહી છે બાજ નજર

5/5
image

સ્વતંત્રતા દિવસ પર દેશના જવાન સરહદ પર એલર્ટ છે. દરેક જગ્યાએ આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. (ફોટો સાભાર- ANI)