જેનો ડર હતો એ તારીખ આવી ગઈ! ક્યારેય નહી સાંભળી હોય આવી આગાહી! હોળી પહેલા સૌથી ખરાબ વરતારો

Gujarat Weather Forecast: હાલ સમગ્ર ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માંડ ઠંડી પડતી નથી, ત્યાં કમોસમી વરસાદની આગાહી આવી જાય છે. આવામાં ફરીથી આવતીકાલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી છે. ઠંડીના વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે. ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 

1/6
image

ઉત્તર ગુજરતથી દક્ષિણ ગુજરાત સુધી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે. કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાયા છે. જોકે, આ માવઠુ સમગ્ર ગુજરાતને નડશે. 

2/6
image

ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે, તેમ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. નવી આગાહી મુજબ, 7 ફેબ્રુઆરીથી ગુજરાતના વાતાવરણમા મોટો પલટો આવ્યો છે. જે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. આવુ લાંબા સમય બાદ જોવા મળ્યું કે, ફેબ્રુઆરીમાં આટલી ઠંડી અનુભવાઈ હોય. જોકે આગાહી મુજબ, હવે ઠંડીને રાઉન્ડ આવશે. જેમ ઠંડી અનુભવાઈ રહી છે તેના કરતા વધુ ઠંડી અનુભવાશે. 

3/6
image

ફેબ્રુઆરી મહિનામાં કાતિલ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. 

4/6
image

આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે. આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. 2024 ની શરૂઆત વાતાવરણના પલટા સાથે થઈ છે. ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ ટપકી પડે છે. કોઈ એક સીઝન અનુભવાતી જ નથી. 

5/6
image

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. આવતીકાલથી એટલે શુક્રવારથી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જે બાદના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા છે. 

6/6
image

આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વધારે ઘાટા વાદળો જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને રાજકોટના કોઇ કોઇ ભાગોની સાથે મોરબી, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ છે. નવ અને દશ તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળશે.