New Car Policy: હવે માત્ર એક ચેકથી નહીં થાય પેમેન્ટ? જાણો કેમ બદલાઈ રહ્યા છે નિયમ
Motor Insurance Service Provider (MISP) ગાઈડલાઈન્સનું રિવ્યૂ કરનારી કમિટિએ કેટલાક સૂચનો આપ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, નવી કાર ખરીદવા પર ગાડી માટે પેમેન્ટ અલગ અલગ ચેકથી કરવું પડશે અને ઇન્સ્યુરન્સ પ્રીમિયમ અલગ ચેકથી આપવામાં આવશે.
New Car Policy: જો તમે નવી કાર ખરીદવા જઈ રહ્યા છો તો પહેલા આ સમાચાર ધ્યાનથી વાંચી લો, કેમ કે, કાર ખરીદ્યા બાદ તેના પેમેન્ટની રીત બદલાવવા જઈ રહી છે. Motor Insurance Service Provider (MISP) ગાઈડલાઈન્સનું રિવ્યૂ કરનારી કમિટિએ કેટલાક સૂચનો આપ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, નવી કાર ખરીદવા પર ગાડી માટે પેમેન્ટ અલગ અલગ ચેકથી કરવું પડશે અને ઇન્સ્યુરન્સ પ્રીમિયમ અલગ ચેકથી આપવામાં આવશે.
નવી કાર પર નવી ગાઈડલાઈન્સ
ઇશ્યુરન્સ રેગ્યુલેટર IRDAI એ 2017 માં MISP ગાઈડલાઈન્સને લાગુ કરી હતી. જેનો ઉદેશ્ય હતો કે, ઇન્સ્યુરન્સ એક્ટ, 1938 અંતર્ગત ડીલર્સ દ્વારા ગાડીઓને ઇન્સ્યુરન્સ વેચાણની સિસ્ટમમાં લાવવા અને પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે. MISP નો અર્થ વીમા કંપની અથવા કોઈ વીમા મધ્યવર્તી યૂનિટ (Insurance intermediate unit) તરફથી નિયુક્ત વાહન ડીલર સાથે છે, જે પોતાના દ્વારા વેચવામાં આવતા વાહનો માટે વીમા સેવા પણ ઉપલબ્ધ કરાવે છે.
MISP ગાઈડલાઈન્સ માટે રિવ્યૂ કમિટિ
જૂન 2019માં રેગ્યુલેટર IRDAI એ એક MISP ની ગાઈડલાઈન્સનું રિવ્યૂ કરવા માટે એક કમિટિની રચના કરી હતી. પેનલે તેમના રિપોર્ટ સોંપ્યો છે. જેમાં તેમણે ઘણા સૂચનો આપ્યા છે. જેમાં MISP દ્વારા મોટર ઇન્સ્યુરન્સ બિઝનેસને લઇને ઘણા પ્રસ્તાવ સામેલ છે.
કાર ઇન્સ્યુરન્સના પેમેન્ટમાં પારદર્શિતા નથી: પેનલ
અન્ય બીજા મુદ્દા સાથે પેનલે મોટર ઇન્સ્યુરન્સ પોલિસી જારી કરતા સમયે કસ્ટમર્સ પાસેથી પ્રીમિયમ પેમેન્ટ કલેક્ટ કરવાની હાલની વ્યવસ્થાનો રિવ્યુ પણ કર્યો છે. જેના પર પેનલનું કહેવું છે કે, જ્યારે ગ્રાહક ઓટોમોટિવ ડીલર પાસેથી નવી કાર ખરીદે છે અને સંપૂર્ણ પેમેન્ટ એક જ ચેકથી કરે છે તો ઇન્સ્યુરન્સ પ્રીમિયમની કિંમતને લઇને પારદર્શિતામાં અભાવ જોવા મળે છે.
કસ્ટમરને વીમા રમકની જાણ હોતી નથી: પેનલ
આ સિસ્ટમ પારદર્શી કેમ નથી, કેમ કે, MISP ઇન્સ્યુરન્સ કંપનીના પેમેન્ટ પોતાના એકાઉન્ટથી આપે છે. કમિટિનું કહેવું છે કે, એવામાં કસ્ટમરને ખબર હોતી નથી કે, શું તેમણે ઇન્સ્યુરન્સ પ્રીમિયમની ચૂકવણી કરી છે. કેમ કે, તે ગાડીની કુલ કિંમતમાં સામેલ હયો છે. કમિટિનું કહેવું છે કે, પારદર્શિતાનો અભાવ પોલિસીધારકના હિતમાં નથી. ઇન્સ્યુરન્સની ઓરિજનલ કિંમત તેને ખબર હોતી નથી. ગ્રાહકોને કવરેજ ઓપ્શન્સ અને ડિસ્કાઉન્ટ વિશે પણ જાણકારી મળતી નથી. ગ્રાહક MISP ની સાથે સારા કવરેજ માટે વાટાઘાટો કરી શકતા નથી.
વીમા કંપનીને ડાયરેક્ટ પેમેન્ટ મળે
આ કમિટિના સૂચન છે કે, ગ્રાહકે MISP તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા વીમા કંપનીને ડાયરેક્ટ પેમેન્ટ કરવું જેઇએ. MISP ને ઇન્સ્યુરન્સ પ્રીમિયમના પૈસા પહેલા તેમના એકાઉન્ટમાં જમા કરાવવા જોઈએ નહીં, તે બાદ ઇન્સ્યુરન્સ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સિસ્ટમ પારદર્શી નથી.
એક મજબૂત રેગ્યુલેટરી ફ્રેમવર્કની જરૂરિયાત
રિપોર્ટ અનુસાર જો MISP પાસેથી બ્રોકર્સ અને વીમા કંપનીઓ દ્વારા થતા કુલ બિઝનેસની વાત કરીએ તો કુલ મોટર ઇન્સ્યુરન્સ બિઝનેસના આ 25 ટકા થયા છે અથવા કુલ જનરલ ઇન્સ્યુરન્સ બિઝનેશના 11.5 ટકા થાય છે. કમિટિનું કહેવું છે કે MISP દ્વારા મોટર વીમાની વિશાળ તકોને ધ્યાનમાં રાખીને, તેના નિરીક્ષણ માટે એક મજબૂત રેગ્યુલટરી ફ્રેમવર્ક જરૂરી છે. પેનલ એમ પણ કહે છે કે MISP એ ગ્રાહકોને વીમા કંપનીઓ અથવા વીમા પ્રતિનિધિઓ તરફથી મળેલા ઈનામ, પુરસ્કારો વિશે ફરજિયાતપણે જાણ કરવી આવશ્યક છે. કેશલેસ સેટલમેન્ટના કિસ્સામાં, MISP એ સેલ્સ અને મોટર ઇન્સ્યુરન્સ પોલિસીની સેવાઓ અલગથી રાખવી જોઈએ.
Trending Photos