કોઈ હીરોઈનથી કમ નથી રાજસ્થાન રોયલ્સના કેપ્ટનની પત્ની, ફેસબુક પર શરૂ થઈ હતી બન્નેની પ્રેમ કહાની

કેરળમાં તેનો જન્મ થયો અને ત્યાં તે મોટો થયો. હાલ સંજુની ઉંમર 27 વર્ષની છે. આ વિકેટ કિપર બેટ્સમેન સંજુ સેમસને તેની કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતી યુવતી જે તેની ગર્લફ્રેન્ડ હતી ચારુલતા તેની સાથે જ લગ્ન કર્યા છે. જોકે, આ બન્નેની લવ સ્ટોરી વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે.

નવી દિલ્લીઃ સંજુ સેમસનની પત્ની સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી, ફેસબુક પર આ બન્નેની પ્રેમ કહાનીની શરૂઆત થઈ હતી. જે પ્રેમ ધીરે ધીરે આગળ જતાં લગ્ન જીવનમાં પરિણમ્યો. આ પ્રેમી યુગલોની તસવીરો જોઈને તમે પણ ખુશ થઈ જશો. ઉલ્લેખનીય છેકે, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે વર્ષ 2022ની આ ટાટા આઈપીએલ સિઝન ખુબ જ શાનદાર રહી છે. જેમાં તેણે પોતાની કેપ્ટનશીપની સાથો-સાથ પોતાની બેટિંગથી પણ કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધાં છે. ત્યારે જો સંજુના ક્રિકેટ જીવનની સાથો-સાથે તેના અંગત જીવનની વાત કરવામાં આવે તો એ પણ એટલું જ રોચક છે. 

 

1/5
image

ચારુલથા સેમસન કેરળના તિરુવનંતપુરમના વતની છે. ચારુલતા કોલેજમાં સંજુ સેમસનની ક્લાસમેટ હતી. સંજુ અને ચારુએ તિરુવનંતપુરમની માર ઈવાનિયોસ કોલેજમાં સાથે અભ્યાસ કર્યો હતો.

2/5
image

સંજુ સેમસને ફેસબુક પર ચારુલતાને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. આ બંનેનો પ્રેમ હતો અને બંનેએ પોતાની લગ્નની ઈચ્છા પરિવારના સભ્યોને જણાવી હતી. પરિવારજનોએ બંનેના લગ્ન પણ ધામધૂમથી કરાવ્યા હતા.

3/5
image

5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 22 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. સંજુ સેમસન એક ખ્રિસ્તી છે, જ્યારે ચારુલતા હિંદુ નાયર છે. બંનેના લગ્ન કોવલમ શહેરમાં થયા હતા, જેમાં બહુ ઓછા લોકોએ હાજરી આપી હતી.

4/5
image

સંજુ સેમસનની પત્ની સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી લાગતી. તેમણે તિરુવનંતપુરમમાં તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને માર ઈવાનિયોસ કોલેજમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી, જ્યાંથી સંજુએ બીએ પણ કર્યું.

5/5
image

IPL 2022માં રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસને શાનદાર કેપ્ટનશિપ કરીને ટીમને આ સ્તર સુધી પહોંચાડી. સંજુની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સની ટીમે 14 વર્ષ બાદ IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સિઝનમાં તેણે સારી કેપ્ટનશીપની સાથે સારી બેટિંગ પણ કરી છે અને 16 મેચમાં 444 રન પણ બનાવ્યા છે.