IPL: સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે આ Mystery Girls, જુઓ શાનદાર Photos

આઇપીએલમાં ઘણી વખત દર્શકો વચ્ચે એવી મિસ્ટ્રી ગર્લ જોવા મળે છે જે તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. આવો અમે તમને જણાવીએ આવી મિસ્ટ્રી ગર્લ્સ જે આઇપીએલ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહે છે.

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રમિયર લીગની 14 મી (IPL 14) સીઝન આજથી શરૂ થઈ રહી છે. ચેન્નાઇમાં પ્રથમ મેચ સાથે આપીએલની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે આઇપીએલની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ગત વર્ષની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ (MI) હશે. આઇપીએલમાં ઘણી વખત દર્શકો વચ્ચે એવી મિસ્ટ્રી ગર્લ જોવા મળે છે જે તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. આવો અમે તમને જણાવીએ આવી મિસ્ટ્રી ગર્લ્સ જે આઇપીએલ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહે છે.

કાવ્યા મારન

1/5
image

આઇપીએ હરાજી 2021 (IPL Auction 2021) દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે બોલી લગાવવા માટે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. જેનું નામ કાવ્યા મારન (Kaviya Maran) છે.

ધનિક પરિવારની પુત્રી છે કાવ્યા

2/5
image

કાવ્યા મારન (Kaviya Maran) ફેમસ બિઝનેસમેન કલાનિધિ મારનની (Kalanithi Maran) પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની (Dayanidhi Maran) ભત્રીજી છે. કાવ્યાના પિતા કલાનિધિ સન ગ્રુપના (Sun Group) માલિક છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમ પર પણ આ કંપનીનો માલિકીનો હક છે.

અદિતિ હુંડિયા

3/5
image

ઘણી વખત મુંબઇ ઇન્ડિયન્સની (Mumbai Indians) મેચ દરમિયાન જોવા મળતી અદિતી હુંડિયા (Aditi Hundia) પણ આઇપીએલ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહી છે. અદિતીને સૌથી પહેલા 2019 ની આઇપીએલ ફાઇનલમાં જોવામાં આવી હતી. જ્યાં મુંબઇએ ચેન્નાઈને 1 રનથી હરાવી પોતાનો ચોથો ખિતાબ હાંસલ કર્યો હતો.

હોઈ શકે છે ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ

4/5
image

અદિતી હુંડિયાને (Aditi Hundia) લોકો ઇશાન કિશનની (Ishan Kishan) ગર્લફ્રેન્ડ તરીકે પણ ઓળખે છે. હકીકતમાં અદિતી અને ઇશાન ઘણી વખત સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો શેર કરતા જોવા મળે છે.

દીપિકા ઘોષ

5/5
image

2019 આઈપીએલ દરમિયાન આરસીબીની ફેન ગર્લ તરીકે દીપિકા ઘોષ (Deepika Ghosh) પણ રાતોરાત ચર્ચામાં આવી હતી. તે આરસીબી અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી એક મેચમાં જોવા મળી હતી, ત્યારબાદથી તેને સોશિયલ મીડિયા પર સતત રિકવેસ્ટ આવવા લાગી છે.