PPF-SSY માં જમા કરાવી પૈસા... નહી તો 31 માર્ચ સુધી બંધ થઇ જશે તમારું એકાઉન્ટ!

Small Savings Scheme: માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં તમારે તમારા પૈસા સાથે જોડાયેલા કામ પતાવવાના હોય છે. જો તમે પણ ટેક્સ બચાવવા માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં પૈસા લગાવ્યા છે તો 31 માર્ચ તમારા માટે ખૂબ જરૂરી છે. 

31 માર્ચ છે છેલ્લી તારીખ

1/4
image

જો તમે 31 માર્ચ સુધી આ સ્કીમમાં પૈસા જમા કરાવ્યા નથી તો હજુ પણ તમારી પાસે સમય છે. આ કામ તમે તાત્કાલિક કરે દો. 31 તારીખ સુધી પૈસા જમા કરાવશો નહી તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. આ સાથે જ તમારું એકાઉન્ટ બંધ પણ થઇ શકે છે.

મિનિમમ 500 રૂપિયા જમા કરાવવા જરૂરી

2/4
image

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ રૂલ્સ 2019 મુજબ, PPF ખાતાધારકોએ ખાતામાં દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરાવો તો તમારું PPF ખાતું બંધ થઈ જશે.

50 રૂપિયાનો દંડ

3/4
image

તમે તમારું બંધ પીપીએફ એકાઉન્ટ ફરીથી શરૂ કરી શકો છો, પરંતુ આ માટે તમારે દર વર્ષે 50 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે. આ ઉપરાંત મિનિમમ ડિપોઝીટ પણ ભરવી પડશે.

સુકન્યા સમૃદ્ધિ ખાતું થઈ જશે બંધ

4/4
image

તમારે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે નાણાકીય વર્ષના અંત સુધી આ રોકાણ નથી કરતા, તો તમારે દર વર્ષે 50 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.