આ 6 એક્ટ્રેસના ઇંટીમેટ સીન ફિલ્મ પહેલાં થયા લીક, મચી ગઇ હતી બબાલ- SEE PHOTOS

Bollywood Actresses Intimate scenes:  બોલિવૂડ અભિનેત્રીઓ ઘણીવાર ઈન્ટીમેટ સીન કરવાનું ટાળે છે. ઘણીવાર આ દ્રશ્યો સ્ટોરીની જરૂરિયાત મુજબ શૂટ કરવામાં આવે છે. પરંતુ એવું પણ બન્યું છે કે ફિલ્મની રિલીઝ પહેલા જ રાધિકા આપ્ટે, આહાના કુમરા જેવી ઘણી અભિનેત્રીઓના સેક્સ સીન વાયરલ થઈ ગયા હતા.

અહાના કુમરા

1/6
image

ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા'ની એક્ટ્રેસ અહાના કુમરાના ઈન્ટિમેટ સીન લીક થયા હતા. આ ફિલ્મમાં માત્ર અહાના જ નહીં, અન્ય ઘણી અભિનેત્રીઓના બોલ્ડ સીન પણ લીક થયા હતા. ઈન્ટિમેટ સીન લીક થયા બાદ આ આખી ફિલ્મ ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી.

બિદિતા બાગ

2/6
image

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'બાબુમોશાય બંધૂકબાઝ' માંથી અભિનેત્રી બિદિતા બાગના ઘણા બોલ્ડ સીન પણ લીક થયા હતા. આ ફિલ્મ પણ તેની રિલીઝ પહેલા ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી.

માહી ગિલ

3/6
image

'સાહબ બીવી ઔર ગેંગસ્ટર'ની અભિનેત્રી માહી ગિલ અને રણદીપ હુડ્ડાનો એક ઈન્ટિમેટ સીન લીક થયો હતો. આ સીન પછી ફિલ્મના બીજા ઘણા સીન પણ લીક થયા હતા. જેમાં જીમી શેરગીલ સાથે અન્ય અભિનેત્રી જોવા મળી હતી.

નંદના સેન

4/6
image

જાણિતા ચિત્રકાર રાજા રવિ વર્માના જીવન પર આધારિત ફિલ્મ 'રંગરસિયા'માં રણદીપ હુડ્ડા અને નંદના સેનનો એક બોલ્ડ સીન ઈન્ટરનેટ પર લીક થયો હતો. આ સીને ફિલ્મને જબરદસ્ત ચર્ચા અપાવી હતી. ત્યારબાદ આ જ ફિલ્મના બીજા ઘણા સીન પણ લીક થયા હતા.

રાધિકા આપ્ટે

5/6
image

વર્ષ 2019માં અભિનેત્રી રાધિકા આપ્ટેની ફિલ્મમાંથી તેનો ઈન્ટીમેટ સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો છે. આ સીનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તો બીજી તરફ જ્યારે રાધિકા આપ્ટેને આ વિશે ખબર પડી તો તેણે લોકોની પ્રતિક્રિયા પર નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું, 'ફિલ્મમાં બીજા ઘણા સીન છે પરંતુ માત્ર આ સીન લીક થવો લોકોની ખરાબ વિચારસણી દર્શાવે છે. તેણે કહ્યું, 'આ સીનમાં દેવ પટેલ પણ છે, પરંતુ ચર્ચામાં માત્ર ફક્ત અને ફક્ત રાધિકા છે'.

સ્વરા ભાસ્કર

6/6
image

ફિલ્મ 'અનારકલી ઓફ આરા'માં અભિનેત્રી સ્વરા ભાસ્કરનો એક સીન લીક થયો હતો. આ સીનમાં સ્વરા તેના કપડા બદલતી જોવા મળી હતી. તો બીજી તરફ આ જ ફિલ્મનો વધુ એક બોલ્ડ સીન લીક થયો હતો.