આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જોરશોરથી ઉજવણી, કોણે ક્યાં કર્યો યોગ અભ્યાસ...ખાસ જુઓ તસવીરો
રાજકીય હસ્તીઓએ પણ આજે યોગ અભ્યાસમાં ઉત્સાહભેર ભાગ લીધો.
નવી દિલ્હી: આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. દુનિયાભરમાં તેની ઉજવણી જોરશોરથી થઈ રહી છે. ભારતમાં પણ આજે સુરજની પહેલી કિરણ નીકળતા જ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી યોગની ઉજવણી જોવા મળી રહી છે. ક્યાંક માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 18000 ફૂટની ઊંચાઈ પર લદ્દાખમાં આઈટીબીપીના જવાનોએ યોગ કર્યાં. તો ક્યાંક આર્મીની ડોગ યુનિટે યોગ કરીને બધાના મન મોહી લીધા. રાજકીય હસ્તીઓએ પણ આજે યોગ અભ્યાસમાં ઉત્સાહભેર ભાગ લીધો.
પીએમ મોદીએ ઝારખંડના રાચીમાં યોગ અભ્યાસ કર્યો.
અમિત શાહે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે રોહતકમાં યોગ અભ્યાસ કર્યો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાંદેડમાં યોગના આસન કર્યાં.
રાષ્ટ્રપતિ ભવનમાં પણ યોગ અભ્યાસ કાર્યક્રમનું આયોજન થયું. રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2015થી યોગ દિવસે આ કાર્યક્રમનું આયોજન થાય છે.
લોકસભાના સ્પીકર ઓમ બીરલાએ અન્ય સાંસદો અને સંસદના સ્ટાફ સાથે સંસદ પરિસરમાં યોગ અભ્યાસ કર્યો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાજપથ ખાતે યોગ અભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, રવિ શંકર પ્રસાદ અને જયંત સિન્હાએ દિલ્હી ખાતે યોગ અભ્યાસ કર્યો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને જનરલ સેક્રેટરી રામ લાલે દિલ્હીના દિનદયાળ ઉપાધ્યાય પાર્ક ખાતે યોગ કર્યાં.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ દિલ્હી ખાતે યોગ અભ્યાસ કર્યા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોગ અભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના દ્વારકા ખાતે યોગ અભ્યાસ માટેના કાર્યક્રમના આયોજનમાં ભાગ લીધો અને યોગાભ્યાસ કર્યો.
Trending Photos