પ્રિયંકા-નિકના ઘરનો દરેક રૂમ એટલો મોટો છે કે, કોઈ કલ્પના પણ ન કરી શકે, જુઓ INSIDE PHOTOS...

લોસ એન્જેલસ, કેલિફોર્નિયાના એનિનોમાં હોલિવુડ સ્ટાર્સ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas) ના સુંદર બંગલાની કેટલીક તસવીરો આજે અમે તમને બતાવીશું.

નવી મુંબઈ :બોલિવુડથી હોલિવિડની સ્ટાર બની ચૂકેલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને તેના પતિ નિક જોનાસ (Nick Jonas) ની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષે 2019માં સમાચાર મળ્યા હાત કે, પ્રિયંકા ચોપરા જોનાસ અને નિક જોનાસે અમેરિકાના લોસ એન્જેલિસ રાજ્યના એનકિનો, કેલિફોર્નિયાના શાનદાર ક્ષેત્રમાં એક હવેલી ખરીદવા માટે 20 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. એક વિદેશી મેગેઝીન વેરાયટીમાં છપાયેલ રિપોર્ટ અનુસાર, આ આલિશાન ધરમાં સાત બેડરૂમ અને 11 બાથરૂમ છે. જે ન માત્ર જોનાસ ખાનદાન, પરંતુ પ્રિયંકા ચોપરાના પરિવારને પણ સાથે રહેવા માટે પૂરતુ છે. ત્યારે જોઈએ, જિમ, મુવી થિયેટર અને બાસ્કેટબોલ કોર્ટથી લઈને આ આલિશાન ઘરની INSIDE PHOTOS...

1/6
image

અમારી સહયોગી વેબસાઈટ ડીએનએમાં પ્રકાશિત ખબર જણાવે છે કે, આ ઘરમાં ટૂ લેન બોલિંગ એલી, એક મિરર વોલવાળું જિમ, રેસ્ટોરન્ટ ક્વોલિટી વેટ બાર, IMAX જેવી સ્ક્રીનની સાથે મુવી થિયેટર અને એક ઈન્ડોર બાસ્કેટ બોલ કોર્ટ છે.

2/6
image

આ ઘરની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો તમને સ્તબ્ધ કરી શકે તેવી છે. આ આલિશાન ઘર ત્રણ એકર જમીનમાં ફેલાયેલ છે. જેમાંથી પહાડ અને વાદીઓનું મનમોહન દ્રશ્ય જોઈને દરેકનું મન મોહી શકાય છે. ઘરના દરેક ખૂણામાં ઈન્ફીનિટી પૂલના એડ ઓનની સાથે એક સુંદર દ્રશ્ય પણ મળે છે. જેમાં વચ્ચે બેસવાની જગ્યા છે. 

3/6
image

પ્રિયંકા ચોપરા જોનાસ અને નિક જોનાસે લોસ એન્જેલિસ રાજ્યમાં એનકોનો, કેલિફોર્નિયામાં આ આલિશાન ઘર ખરીદ્યું છે. ઘરથી પહાડી સુધી સુંદર નજારો જોવા મળ્યો છે.

 

4/6
image

આલિશાન ઘરની વચ્ચે આરામથી બેસવા માટે ઈન્ફિનિટી પુલ બનાવાયો છે.

 

5/6
image

આ ઘરનો દરેક રૂમ એટલો મોટો છે કે, કોઈ કલ્પના પણ કરી ન શકે. ઘરની પ્રાકૃતિક રોશની સમગ્ર માહોલને વધુ ચમકદાર બનાવે છે. 

6/6
image

20 મિલિયન અમેરિકન ડોલરને જો ભારતીય રૂપિયામાં ગણીએ તો, આ રકમ 1 અરબ 42 કરોડ 57 લાખ 62 હજાર રૂપિયાની આસપાસ થાય છે. ઘરની પાછળની બાજુએ એક ડાઈનિંગ એરિયા છે. જ્યાં સાથે બેસીને બધા ડિનર કરી શકે છે.