બાળ દિવસ પર જેલના સળિયા પણ દૂર થયા, કેદીઓએ સંતાનોને વ્હાલથી રમાડ્યા

બાળ દિવસ પર કેટલાક બાળકોને આજે ખાસ ગિફ્ટ મળી હતી. નાગપુરની સેન્ટ્રલ જેલના કેદીઓની તેમના બાળકો સાથે ભેટ કરાવી હતી અને તે પણ જેલના સળિયા બહાર. આ બાળકો માટે બાળ દિવસે આનાથી વધુ મોટી કોઈ ગિફ્ટ ન હતી. નાગપુર સેન્ટ્રલ જેલના એસપી રાણી ભોંસલેએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, કેદીઓને મળવા તેમના પરિવાર આવે છે, પરંતુ તેઓ સળિયાની પાછળ રહીને જ મુલાકાત કરી શકે છે. બાળ દિવસના પ્રસંગે કેદીઓને તેમના બાળકો સાથે મળવા પર કોઈ હાથકડી લગાવવામાં આવી ન હતી. 

1953માં દુનિયાભરમાં તેને માન્યતા મળી

1/4
image

વર્ષ 1925થી બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને 1953માં દુનિયાભરમાં તેને માન્યતા મળી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 20 નવેમ્બરને બાળ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી. પરંતુ તે અન્ય દેશોમાં અલગ અલગ ઉજવવામાં આવે છે.

પહેલા 14 નવેમ્બરે ઉજવાતો ન હતો

2/4
image

14 નવેમ્બરે દર વર્ષે બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ પણ હોય છે. જેને તેમની બર્થ એનિવર્સરીના રૂપમાં ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે, બાળ દિવસ પહેલા 14 નહિ, પણ 20 નવેમ્બરે ઉજવાતો હતો. 

આંતરરાષ્ટ્રીય બાળ દિવસ

3/4
image

આંતરરાષ્ટ્રીય બાળ દિવસનો હેતુ દુનિયાભરમાં બાળકોના સારા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. ભારતમાં 14 નવેમ્બરના રોજ સ્કૂલમાં વિવિધ એક્ટિવિટીઝ ઉજવાતી હોય છે. જેમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને ફેરના આયોજન કરાય છે. બાળ દિવસ એ બાળકો માટે સમર્પિત તહેવાર છે. ઉલ્લેખનીય છે કે, અનેક દેશો બાળ સંરક્ષણ દિવસ 1 જૂનના રોજ ઉજવે છે. 

વડાપ્રધાન જવાહરલાલનો જન્મ

4/4
image

14 નવેમ્બર, 1889ના રોજ ભારતના પહેલા વડાપ્રધાન જવાહર લાલ નહેરુનો જન્મ થયો હતો. જેમને પ્રેમથી નહેરુ ચાચા કહેવામાં આવતા હતા. તેમને બાળકો પ્રતિ ઘણો લગાવ હતો.   (ફોટો સાભાર : Twitter/ANI)