આ છે ઇન્ડીયન Rihanna Renee Kujur, તમે પણ કહેશો- બિલકુલ સેમ ટૂ સેમ

હાલમાં ભારતમાં રિઆના (Rihanna) ની ખૂબ ચર્ચા ચાલી રહી છે. ખેડૂત આંદોલન પર રિઆનાનું ટ્વિટ દરેકનું ધ્યાન આકર્ષિ કરી રહ્યું છે. આમ તો રિઆલા ખૂબ પોપ્યુલર છે. મોટાભાગના લોકો તેમને ઓળખે છે અને જે લોકો તેમને જાણતા નથી તે હવે તેમને ખેડૂત આંદોલન પર ટ્વીટ કરવાના લીધે ઓળખવા લાગ્યા છે. હવે એવામાં સવાલ એ ઉદભવે છે કે શું તમને ઇન્ડીયન રિઆનાને ઓળખો છો...હાં રિઆના એટલે કે રેને કુજૂર (Renee Kujur)...અમે તમને બતાવીશું કોણ છે ઇન્ડીયન રિઆના, જે લાગે એકદમ સેમ ટુ સેમ.  

ભારતીય મોડલ છે રેને

1/6
image

રેને કુજૂર (Renee Kujur) એક ભારતીય મોડલ છે. તે ઘણી હદે રિઆના (Rihanna) જેવી લાગે છે. રેને છત્તીસગઢની રહેવાસી છે. 

આ પોપુલર શોમાં જોવા મળી રેને

2/6
image

રેને કુજૂર (Renee Kujur) ને શ્યામવર્ણના લીધે ખૂબ સહન કરવું પડ્યું છે. તેમણે એમટીવીના શો ઇન્ડીયાઝ ટોપ મોડલમાં આ વખતે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. 

જ્યારે લોકો કહ્યું- 'કાળી પરી'

3/6
image

રેને કુજૂર (Renee Kujur) એ જણાવ્યું કે તે ત્યારે ત્રણ વર્ષની હતી, જ્યારે તેમણે ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેવી જ તે સ્ટેજ પર આવી, કોઇએ બૂમ પાડી મેં 'કાળી પરી'ને જોઇ. તમામ લોકો હસવા લાગ્યા. 

આ કારણે આંખમાં આવી ગયા આંસૂ

4/6
image

ત્યારબાદ રોતાં રોતાં રેને કુજૂર (Renee Kujur) એ સ્ટેજ છોડી દીધું. રેનેનું કહેવું છે કે આજેપણ આ ઘટના મોટાભાગે તેમને યાદ આવી જાય છે. તેમને પોતાને સમજાવી કે કેટલીક પરીઓ કાળી પણ હોય છે. 

મોડલિંગના ક્ષેત્રમાં થઇ પરેશાની

5/6
image

હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુંમાં રેને કુજૂર (Renee Kujur) એ કહ્યું હતું કે ત્યારે ગોરી ત્વચાવાળી મહિલાઓને મોડલિંગ ક્ષેત્રમાં સરળતાથી કામ મળી જતું હતું. તેમની ડાર્ક સ્કીન ટોનના લીધે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.   

બની ગઇ હતી સોશિયલ મીડિયા સનસની

6/6
image

થોડા સમય પહેલાં રેને કુજૂર (Renee Kujur) ઇન્ટરનેટ પર છવાઇ ગઇ હતી. એટલા માટે તેમનો એ ઇન્ટરવ્યું સમાચારપત્રોમાં છપાયો હતો. હિંદુસ્તાન ટાઇમ્સએ રેને કુજૂર (Renee Kujur) ને ઇન્ડીયન રિઆના ગણાવી ઇન્ટરનેટ પર સનસની બની ગઇ હતી જ્યારે એક સમાચારપત્રએ તેમને ઇન્ડીય રિહાનાના રૂપમાં પ્રસ્તુત કરી હતી. રેને વર્ષ 2018 ની સ્ટાર અટ્રેક્શન હતી.