આ ટ્રેનોના મુસાફરોની બલ્લે-બલ્લે, ટ્રેન મોડી થઈ તો ફ્રીમાં મળશે ભોજન અને આ સુવિધા

Indian Railways Facilities: શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રેનના સમયમાં વિલંબ સામાન્ય બની ગયો છે. આ દરમિયાન મુસાફરોને ઘણી મુશ્કેલીમાંથી બચાવવા માટે IRCTC શતાબ્દી, રાજધાની અને દુરંતો એક્સપ્રેસ જેવી તમામ પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો માટે વિશેષ સેવાઓ આપવામાં આવશે.

1/6
image

IRCTCની કેટરિંગ પોલિસી અનુસાર જો ટ્રેન નિર્ધારિત સમય કરતા બે કલાક અથવા વધુ મોડી ચાલે છે, તો મુસાફરોને મફત ભોજન આપવામાં આવશે. પોલિસી અનુસાર દિવસના સમયના આધારે મુસાફરો તેમની જરૂરિયાતો અનુસાર વિવિધ પ્રકારના ભોજન વિકલ્પોની અપેક્ષા રાખી શકે છે.

2/6
image

પ્રવાસ શરૂ કરવા માટે મુસાફરોને બિસ્કિટ સાથે ચા અથવા કોફી આપવામાં આવે છે. દરેક ચા/કોફી સેવા એક કીટ સાથે આવે છે જેમાં ખાંડ અથવા સુગર ફ્રી સેશેટ અને મિલ્ક ક્રીમરનો સમાવેશ થાય છે. આના દ્વારા ધ્યાન રાખવામાં આવે છે તમામ લોકોની પસંદ પૂરી કરવામાં આવે.

3/6
image

નાસ્તો અથવા સાંજની ચા માટે મુસાપર સિંપલ પરંતુ સંતોષકારક ભોજનનો આનંદ માણી શકે છે. સેટમાં સામાન્ય રીતે બ્રેડની ચાર સ્લાઈસ (સફેદ કે બ્રાઉન), માખણ, 200 મિલી ફ્રુટ ડ્રિંક અને એક કપ ચા અથવા કોફીનો સમાવેશ થાય છે. આ હળવા અને એનર્જિક વિકલ્પ પ્રવાસીઓને દિવસની શરૂઆત કરવા માટે અથવા સાંજના કલાકો દરમિયાન પોતાને તાજું કરવા માટે કંઈક આપે છે.

4/6
image

સ્વસ્થ અને સંતુલિત ભોજન પર ભાર મૂકવાની સાથે IRCTC લંચ અને ડિનરના અલગ-અલગ વિકલ્પો આપે છે. છોલે, રાજમા અથવા પીળી દાળ સાથે ભાત શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના સ્વાદને વધારવા માટે દરેક ભોજન સાથે અથાણાંના પેકેટ પીરસવામાં આવે છે. એક વિકલ્પ તરીકે મુસાફરો અથાણાંના પેકેટ, મિક્સ વેજ શાક, મીઠું અને કાળા મરી સાથે સાત પુરીઓનો સ્વાદ ચાખી શકે છે.

5/6
image

જો ટ્રેન લાંબો સમય વિલંબિત થાય છે, તો રેલવેની કસ્ટમર ફ્રેન્ડલી પોલિસી અનુસાર ટ્રેન ત્રણ કલાકથી વધુ મોડી થાય છે અથવા રૂટ બદલાય છે, તો મુસાફરો ટિકિટ કેન્સલ કરવા અથવા સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર છે. આવા મુસાફરો રિફંડ માટે બુકિંગ ચેનલ દ્વારા ટિકિટ કેન્સલ કરવાની વિનંતી કરી શકે છે. જેમણે રેલવે કાઉન્ટર દ્વારા ટિકિટ બુક કરાવી છે, તેઓએ રોકડ રિફંડ મેળવવા માટે રૂબરૂમાં ટિકિટ કેન્સલ કરવી પડશે.

6/6
image

લંચ, ડિનર અને રિફંડ ઉપરાંત ભારતીય રેલવે વિલંબના કિસ્સામાં મુસાફરોને વધારાની આરામ સુવિધાઓ પણ પૂરી પાડે છે. ટ્રેનની રાહ જોતી વખતે મુસાફરોને આરામદાયક વાતાવરણ પૂરું પાડવા માટે વેઇટિંગ રૂમ કોઈપણ વધારાની ફી વિના ઉપલબ્ધ છે. ખાસ કરીને મોડી રાત્રિના પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશનો પર ફૂડ સ્ટોલ મોડી રાત સુધી ખુલ્લા રહેશે. આ સિવાય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના વધારાના જવાનોને તૈનાત કરવામાં આવશે.