લોકો એકમાં થાકી જાય છે...ભારતના આ રાજાને હતી 350 પ્રેમિકાઓ, 10 રાણીઓ, 88 સંતાનો!
ભારતમાં આઝાદી પહેલાં દેશભરમાં રાજાઓ-મહારાજાઓનું શાસન હતું. જેમાંથી ઘણાં રાજા-મહારાજાઓ પોતાના અનોખા શોખ અને અવનબી ખુબીઓને કારણે પ્રસિદ્ધ પણ હોય છે.
આવા જ રાજાઓમાંથી એક છે પટિયાલા રજવાડાના મહારાજા ભૂપેન્દ્રસિંહ પોતાની રહેણી-કરણી અને પોતાની રંગીન લાઈફ સ્ટાઈલના લીધે ખુબ જાણીતા હતા...
ભૂપેન્દ્ર સિંહના માથેથી પિતાની છત્રછાયા અચાનક જતી રહી હતી. જેને પગલે તેઓ માત્ર 9 વર્ષની નાની ઉંમરમાંજ રજવાડાની જવાબદારી સંભાળવા લાગ્યા હતા. નાનપણથી જ તેમના પર આવી જવાબદારીઓ આવી પડી હતી.
જોકે, કથિત તૌર પર એવું પણ કહેવાય છેકે, ભૂપેન્દ્રસિંહે 18 વર્ષની ઉંમરે રજવાડાનું શાસન હાથમાં લીધું હતું...38 વર્ષ સુધી તેમણે રાજ્યની બાગડોર સંભાળી...
ભૂપેન્દ્રસિંહની પ્રસિદ્ધિનું સૌથી મોટું કારણ હતો તેમનો રંગીન મિઝાઝ. તેમને 350 પ્રેમિકાઓ, 10 પત્નીઓ અને 88 બાળકો હતા.
રાજા ભૂપેન્દ્રસિંહે કુલ 10 લગ્નો કર્યા હતા. પણ તેમની મનપસંદ પત્ની રાજમાતા વિમલા કૌર હતા.
રાજમાતા વિમલા કૌર સાથે રાજા દેશની ઘણી બધી જગ્યાઓ પર હરવા ફરવા પ્રવાસે ગયા હતા. સાર્વજનિક તૌર પર દેશના બધા લોકો રાજમાતા વિમલા કૌર વિશે જાણતા પણ હતા.
ભૂપેન્દ્રસિંહના રૂમમાં લગભગ 350 સુંદર મહિલાઓ રહેતી હતી. જે તેમની સેવા અને મનોરંજન કરતી હતી.
આ ઉપરાંત ભૂપેન્દ્રરસિંહને એક ક્રિકેટ પ્લેયર અને એક ખેલ પ્રેમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ક્રિકેટનો ખુબ જ શોખ હતો. તેઓ ક્રિકેટ રમવાનું ખુબ પસંદ કરતા હતા.
Trending Photos