આ દેશોમાં ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ છે માન્ય, અહીં ફરવા જાઓ તો બિંદાસ કરો સેલ્ફ ડ્રાઈવ, નહીં પકડે પોલીસ

Travel With Indian Driving License: રોડ ટ્રીપ કોઈપણ નવી જગ્યા ને એક્સપ્લોર કરવા માટે સૌથી સારી રીત છે. રોડ ટ્રીક માટે સૌથી જરૂરી છે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય. આજે તમને છો એવા દેશ વિશે જણાવીએ છીએ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય છે. એટલે કે તમે આ દેશમાં જઈને રોડ ટ્રીપની મજા માણી શકો છો. 

મોરિશિયસ

1/6
image

મોરિશિયસમાં ચાર અઠવાડિયા માટે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ વેલીડ હોય છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમે ચાર અઠવાડિયા સુધી અહીં સમુદ્ર કિનારે કારમાં ફરવાની મજા માણી શકો છો.

સ્પેન

2/6
image

સ્પેનમાં પણ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ નો ઉપયોગ કરી શકાય છે. જોકે અહીં રોડ ટ્રીપ કરવા માટે તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

સ્વીડન

3/6
image

સ્વીડનમાં પણ ભારતીય લાયસન્સ માન્ય છે. અહીં તમે જંગલથી લઈને સુંદર આઇલેન્ડની સુંદરતાને રોડ ટ્રીપ થી એક્સપ્લોર કરી શકો છો. તેના માટે તમારી પાસે જે લાયસન્સ હોય તેની ભાષા સ્વીડિશ, અંગ્રેજી, ફ્રેંચ, જર્મન હોવી જોઈએ. 

સ્વીઝરલેન્ડ

4/6
image

સ્વીઝરલેન્ડમાં પણ રોડ ડ્રિપ કરવી હોય તો શક્ય છે. કારણ કે અહીં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી માન્ય હોય છે.. અહીં તમારે લાઇસન્સની અંગ્રેજી કોપી સાથે રાખવી પડશે. 

અમેરિકા

5/6
image

જો તમે અમેરિકા જઈ રહ્યા છો તો ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખજો કારણ કે અહીં પણ તમે કાર ચલાવી શકો છો. ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે તમારે અહીં 1-94 ફોર્મ સાથે રાખવું પડશે.

સિંગાપોર

6/6
image

સિંગાપુરમાં પણ તમે કાર ચલાવવાની મજા માણી શકો છો કારણ કે અહીં ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય રહે છે. સિંગાપુરમાં ગાડી ચલાવવા માટે 18 વર્ષથી વધુ ની ઉંમર હોવી જરૂરી છે.