સિક્કિમ: નાથુ લામાં ભયંકર બરફવર્ષા, ફસાયેલા 2500 પર્યટકોને આર્મીએ બચાવ્યાં
નવી દિલ્હી: ભારતીય સેનાએ સિક્કિમના નાથુ લામાં થયેલા ભીષણ સ્નોફોલના કારણે ફસાયેલા 2500 પર્યટકોનું રેસ્ક્યુ કર્યું છે. આ તમામ લોકો વિસ્તારમાં 400થી વધુ વાહનોમાં ફસાયા હતાં. આ તમામને ભોજન, શેલ્ટર અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અત્રે જણાવવાનું કે સિક્કિમમાં થયેલી ભારે બરફવર્ષાના કારણે અનેક પર્યટકો ફસાયા હતાં.
સેનાએ ટ્વિટર પર જાણકારી આપી. ભારતીય સેનાએ સિક્કિમના નાથુ લામાં 400થી વધુ વાહનોમાં ફસાયેલા પર્યટકોને સુરક્ષિત કાઢ્યા છે. આ તમામને મેડિકલ, ભોજન અને શેલ્ટર ઉપલબ્ધ કરાવ્યા છે. નાથુલા પૂર્વ સિક્કિમનો પહાડી વિસ્તાર છે જે સમુદ્ર સ્તરથી 4310 (14140 ફૂટ)ની ઊંચાઈ પર આવેલુ છે. માત્ર ભારતીય નાગરિકો જ ત્યાં પર્યટન માટે જઈ શકે છે. આ માટે ગંગટોકની પરવાનગી લેવી પડે છે.
સિક્કિમમાં શુક્રવારે થયેલી હવામાનની પહેલી બરફવર્ષાએ પર્યટકોને ઉત્સાહનો અવસર આપ્યો. સામાન્ય રીતે સિક્કિમમાં બરફવર્ષા જાન્યુઆરી મહિનામાં થાય છે. જ્યારે રાજધાની ગંગટોકમાં બરફવર્ષા થતી નથી.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઉત્તરમાં લાચેન અને લાચુંગ દક્ષિણમાં રાવ રાવલા અને પૂર્વ સિક્કિમમાં હનુમાન ટોંક ક્ષેત્રમાં ઉપરી વિસ્તારોમાં બરફવર્ષા થઈ. બરફવર્ષાનો આનંદ લેવા માટે પર્યટકો પોતાની હોટલો અને વાહનોથી રસ્તાઓ પર નીકળી પડ્યા હતાં.
રાજ્યના વિભિન્ન ભાગોમાં બપોરના સમયમાં હળવો વરસાદ અને બરફના કરાથી હવામાન બદલાઈ ગયું. હવામાન ખાતાએ જણાવ્યું કે વરસાદ બાદ ગંગટોકમાં ન્યૂનતમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું.
Trending Photos