આજે એરફોર્સ ડે Pics : વાયુસેનાની ઉડાન જોઈને છક થઈ ગયું આખુ વિશ્વ

ભારતીય વાયુસેના (IAF)  આજે પોતાનો 86મો સ્થાપના દિવસ સેલિબ્રેટ કરી રહી છે. વાયુસેના આ દિવસની તૈયારીઓ છેલ્લા બે મહિનાથી કરી રહ્યુ હતું. તૈયારીઓ માટે તેમણે ફુલ ડ્રેસ રિહર્સલ પણ કરી હતી. ગાઝીયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ત્યારે જોઈ લો, વાયુસેનાએ કેવું દમદાર પરફોર્મન્સ આપ્યું. 

વાયુસેનાની તાકાતનું પ્રદર્શન

1/6
image

સવારે સેનાએ પરેડની શરૂઆતમાં આકાશગંગા ટીમના પેરાજંપર્સ 8 હજાર ફીટની ઊંચાઈથી છલાંગ લગાવીને એરબેસ પર ઉતર્યા હતા. ભારતીય વાયુસેનાના જૌહરનું પ્રદર્શન કર્યું. હજારો ફીટની ઊંચાઈથી છલાંગ લગાવ્યા બાદ જવાનાઓ પરેડમાં અનુશાસન અને અનેક હેરત પમાડે તેવા કરતબ બતાવ્યા. 

મિરાજ, સુખોઈ પણ સામેલ

2/6
image

વાયુસેનાની તાકાતમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરી રહ્યાં છે મિગ, મિરાજ અને સુખોઈ સહિત અનેક એરક્રાફ્ટ્સ. જે આ પરેડનો ભાગ બન્યા છે અને દુનિયાની સામે પોતાની તાકાતનો નમૂનો આપી રહ્યાં છે. આ પ્રદર્શનમાં વિન્ટેજ ડકોટા ઉપરાંત ભારતના ફ્રન્ટ લાઈન જેટ્સ સુખોઈ 30, જગુઆર અને સ્વદેશી નિર્મિત લડાકુ વિમાન તેજસ પણ સામેલ કરાયા છે.  

પેરાજંપિંગથી થઈ શરૂઆત

3/6
image

વાયુસેના દિવસ પર પરેડની શરૂઆત આકાશગંગા ટીમના પેરાજંપર્સે હજારો ફીટની ઊંચાઈથી છલાંગ લગાવીને કરી હતી. પેરાજંપર્સની ટીમે AN-32 પ્લેનથી 8 હજાર ફીટ ઊંચાઈછી છલાંગ લગાવી અને પછી ભારતના રાષ્ટ્રીય ધ્વજના રંગમાં રંગાયેલ પૈરાશૂટથી એરબેઝ પર ઉતર્યા હતા. 

અનેક હથિયારોનું પ્રદર્શન

4/6
image

આ પ્રસંગે વાયુસેના તરફથી અનેક મહત્ત્વના હથિયારો જેમ કે, મિસાઈલ સિસ્ટમ તથા રડાર પણ પ્રદર્શિત કરાયા હતા. ભારતીય વાયુસેનાની સ્થાપના 1932માં કરાઈ હતી. તે સમયે તેનું નામ રોયલ ઈન્ડિયન એરફોર્સ હતું. આઝાદી બાદ 1950માં વાયુસેનાનું નામ બદલીને ઈન્ડિયન એરફોર્સ કરાયું હતું. 

પીએમ મોદીએ કરી સલામ

5/6
image

વાયુસેનાના સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા. આ વર્ષની પરેડનું મુખ્ય આકર્ષમ 1940માં બનાવેલું જૂનુ ડકોટા વિમાન છે. જેને પહેલીવાર પરેડમાં સામેલ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ડકોટા ડીસી-3 યુનિટે 1988માં સુધી કાર્યરત હતું. આ ઉપરાંત ટાઈગર મોથ પણ પ્રદર્શનમાં હતું.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી

6/6
image

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે વાયુસેના દિવસ પર કહ્યું કે, વાયુસેના કર્મચારીઓની વીરતા અને પ્રતિબદ્ગતા તમામ દેશવાસીઓ માટે પ્રેરણાદાયક છે. વાયુસેના દિવસ પર હું વાયુસેનાના તમામ બહાદુર પુરુષો અને મહિલાઓને સલામ કરું છું.