Covid-19: આ જીવલેણ કોરોના મહામારીથી દેશને ક્યારે મળશે રાહત? વૈજ્ઞાનિકોએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી: કોરોના સંક્રમણ અને તેના કારણે થઈ રહેલા મોતથી દેશ બેહાલ છે. પીએમ નરેન્દ્ર મોદીની સલાહકાર ટીમનો પણ એ અંદાજો ખોટો સાબિત થયો કે દેશમાં કોરોના એપ્રિલમાં પોતાના પીક પર રહેશે. જ્યારે દેશમાં હજુ પણ હાલાત દિન પ્રતિદિન ખરાબ થઈ રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ભારતમાં કોરોનાનો પીક મે મહિનાના મધ્યમાં આવશે અને ત્યારબાદ કેસ ઘટવાના શરૂ થઈ જશે. 

3 દિવસથી સતત કોરોનાના 4 લાખથી વધુ કેસ

1/7
image

દેશમાં કોરોનાથી છેલ્લા 3 દિવસમાં સંક્રમણના 4 લાકથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે લેટેસ્ટ માહિતી મુજબ તો એક જ દિવસમાં 4000થી વધુ મોત નોંધાયા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આંકડાને ઓછા કરીને જણાવાઈ રહ્યા છે. કારણ કે સ્મશાન ઘાટો પર અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગે છે. એટલે સુધી કે અનેક શહેરોમાં રસ્તાઓ પર ચિતાઓ બાળવી પડે છે. 

રાજ્ય સ્તર પર લાગી રહ્યા છે લોકડાઉન

2/7
image

આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવ્યાપી લોકડાઉન લગાવવાથી બચી રહ્યા છે. જ્યારે મહામારીની ભયાનકતા જોતા અનેક રાજ્યોની સરકારોએ રાજ્યવ્યાપી લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોએ વિકેન્ડ અને નાઈટ કર્ફ્યૂનો સહારો લીધો છે. 

કેટલાક દિવસો બાદ આવશે કોરોનાનો પીક

3/7
image

બ્લૂમબર્ગ ક્વિટમાં છપાયેલા રિપોર્ટ મુજબ હૈદરાબાદમાં IIT ના પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરે કહ્યું કે અમારા પૂર્વાનુમાન મુજબ આગામી થોડા દિવસોમાં ભારતમાં કોરોનાનો પીક જોવા મળી શકે છે. હાલના સમય મુજબ જૂનના અંત સુધીમાં દેશમાં રોજ 20 હજાર કેસ સામે આવી શકે છે. 

અગાઉ એપ્રિલમાં પીક આવવાનું હતું અનુમાન

4/7
image

પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલા મોડલનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં પ્રો.અગ્રવાલની ટીમે ભવિષ્યવાણી કરી હતી કે એપ્રિલના મધ્ય સુધીમાં કોરોના લહેર પોતાની ચરમસીમાએ હશે. આ અનુમાન ખોટું સાબિત થયું અને મે મહિનામાં પણ સંક્રમણ અને મોતના આંકડા વધવાનો સિલસિલો ચાલુ છે. જો કે બાદમાં પ્રો.અગ્રવાલે 7 મેના રોજ પીક આવવાની વાત કરી. 

નવો વેરિએન્ટ ગણાઈ રહ્યો છે જવાબદાર

5/7
image

દેશમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના 3 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ દેશમાં હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ પાર થઈ ગઈ છે. કેસમાં વધારા માટે નવા વેરિએન્ટ અને સુરક્ષા ઉપાયોમાં ઢીલને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. 

11 જૂન સુધીમાં 4 લાખથી વધુ મોતનું અનુમાન

6/7
image

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારા કેટલાક અઠવાડિયા ભારત માટે મુશ્કેલ સાબિત થશે. જ્યારે બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞન સંસ્થાનની એક ટીમે એક ગાણિતિક મોડલનો ઉપયોગ કરીને જણાવ્યું કે જો હાલાત આવા રહ્યા તો 11 જૂન સુધીમાં દેશમાં 4,04,000 મોત થવાનું અનુમાન છે. જ્યારે દેશમાં હાલ 2 લાખથી વધુ મોત થઈ ચૂક્યા છે. 

સમગ્ર દુનિયાને છે જોખમ

7/7
image

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર હેનરીટા ફોરે મંગળવારે કહ્યું કે ભારતમાં કોવિડ-19ના કારણે પેદા થયેલી આ દુ:ખદ સ્થિતિ આપણા બધા માટે ખતરાની ઘંટી છે. જ્યાં સુધી દુનિયા ભારતની મદદ નહીં કરે ત્યાં સુધી માત્ર આ ક્ષેત્રનમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં વાયરસના કારણે થનારા મોત, વાયરસના મ્યૂટેશન, સપ્લાયમાં થતા વિલંબના સમાચાર સામે આવતા રહેશે.