India vs Bangladesh: ડે-નાઇટ ટેસ્ટ માટે ગુલાબી રંગમાં રંગાઇ રહ્યું છે કોલકત્તા
22 નવેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ બંન્ને ટીમોની ગુલાબી બોલથી આ પ્રથમ ટેસ્ટ મેચ હશે.
ભારતીય ટીમના આ ઐતિહાસિક મુકાબલા માટે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી સાથે વાત કર્યાં બાદ આ મેચને ડે-નાઇટ કરાવવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ તેના માટે રાજી થઈ ગયું હતું.
ગાંગુલીએ ઈડન ગાર્ડનમાં સત્તાવાર રીતે ગુલાબી બોલ ટેસ્ટ મેચના શુભંકર પિંકૂ-ટિંકૂનું અનાવરણ કર્યું હતું.
આ ઐતિહાસિક ટેસ્ટ મેચને યાદગાર બનાવવા માટે ક્રિકેટ બોર્ડ તરફથી ખુબ તૈયારી કરવામાં આવી છે. આ ગુલાબી ફુગ્ગો આ ટેસ્ટ મેચ માટે લગાવવામાં આવ્યો છે.
દિવાલોને ખાસ રીતે રંગવામાં આવી રહી છે. કલાકારો ખુબ મહેનત કરી રહ્યાં છે.
ઈડન ગાર્ડનના પિચ ક્યૂરેટર સુજાન મુખર્જીનું કહેવું છે કે પાંચ દિવસ સુધી પિંક બોલ કેવું વર્તન કરશે તે ઘણી હદ સુધી પિચના સ્વભાવ પર નિર્ભર કરશે. (તમામ ફોટો સાભારઃ ટ્વીટર, બંગાળ ક્રિકેટ એસોસિએશન)
Trending Photos