PHOTOS: કોરોનાને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન, જુઓ ગુજરાત સહિત ક્યાં કેવા છે હાલ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકડાઉન કરવામાં આવ્યા છે. લોકડાઉન અને 144ની કલમનું કડક પાલન થાય તે માટે પોલીસ ઘરથી બહાર નીકળનારા લોકોનું કડક ચેકીંગ કરી રહી છે

અમદાવાદ: દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકડાઉન કરવામાં આવ્યા છે. દેશમાં 560 જિલ્લામાં લોકડાઉન છે. તમને જણાવી દઇએ ક, મંગળવારના COVID-19ના દર્દીઓની સંખ્યા 492એ પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ચુક્યા છે. તમને જણાવી દઇએ કે, ચંડીગઢ અને પોંડીચેરીમાં પણ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. પોંડીચેરીને તાત્કાલીક અસરથી 31 માર્ચ સુધી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ શહેરોની પોલીસ એક્શન મોડમાં આવી છે. લોકડાઉન અને 144ની કલમનું કડક પાલન થાય તે માટે પોલીસ ઘરથી બહાર નીકળનારા લોકોનું કડક ચેકીંગ કરી રહી છે અને લોકોને ઇમરજન્સી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી રહી છે. તો કેટલાક સંજોગોમાં પોલીસ સખત કાર્યવાહી કરીને ઉઠકબેઠક કરાવી રહી છે.

રાજકોટ

1/10
image

અમદાવાદ

2/10
image

વડોદરા

3/10
image

નવી દિલ્હી

4/10
image

જયપુર

5/10
image

પટના રેલવે સ્ટેશન

6/10
image

કોલકાતા

7/10
image

ચંડીગઢ

8/10
image

પટના

9/10
image

અજમેર

10/10
image