Independence Day: તિરંગાવાળો સાફો બાંધીને PM મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, Photos માં જુઓ ઉજવણીનો અદભૂત નજારો

પીએમ મોદીએ ધ્વજારોહણ કરતા પહેલા મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ પર જઈને બાપુને નમન કર્યા તથા પુષ્પાંજલિ અર્પણ કરી. અહીંથી તેઓ કાફલા સાથે લાલ કિલ્લા પર જવા નીકળ્યા હતા. 

Independence Day Images: પીએમ મોદીએ આજે સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી સળંગ નવમીવાર ધ્વજ ફરકાવ્યો. ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું. આ અગાઉ પીએમ મોદી મહાત્મા ગાંધીને નમન કરવા માટે તેમની સમાધિ રાજઘાટ ગયા હતા. ત્યારબાદ પીએમ મોદી જ્યારે લાલ કિલ્લા પર પહોંચ્યા તો ત્રણેય સેનાઓના જવાનોએ તેમને સેલ્યૂટ આપી. ત્યારબાદ પીએમ મોદીએ તિરંગો ફરકાવ્યો અને  પછી સંબોધન કર્યું. પછી પીએમ મોદી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા સાંસ્કૃતિક કલાકારોને મળ્યા. આ બધા વચ્ચે પીએમ મોદીની અને સ્વતંત્રતા દિવસની ઉજવણીની કેટલીક અદભૂત પળો કેમેરામાં કેદ થઈ ગઈ, જુઓ તસવીરો....

તિરંગાવાળો સાફો

1/13
image

પીએમ મોદી દર વખતે પોતાના દમદાર ભાષણની સાથે સાથે પોષાક અને વિવિધતાવાળા સાફાથી પણ દેશવાસીઓના મન જીતે છે. આ વખતે પીએમ મોદીએ તિરંગાવાળો સાફો પહેર્યો હતો. જેમાં ત્રણ રંગ જોવા મળ્યા. પીએમ મોદીએ સફેદ કૂર્તો, ચૂડીદાર પાઈજામો અને આછા વાદળી રંગનું જેકેટ પહેર્યું હતું. આ સાથે તિરંગાવાળી પાઘડી પહેરી. વર્ષ 2014થી લઈને 2021 સુધી પીએમ મોદીની પાઘડી કે સાફા હંમેશા ચર્ચામાં રહ્યા છે. 

બાપુને કર્યા નમન

2/13
image

પીએમ મોદીએ ધ્વજારોહણ કરતા પહેલા મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ પર જઈને બાપુને નમન કર્યા તથા પુષ્પાંજલિ અર્પણ કરી. અહીંથી તેઓ કાફલા સાથે લાલ કિલ્લા પર જવા નીકળ્યા હતા. 

સેનાના જવાનોએ આપી સલામી

3/13
image

પીએમ મોદી જેવા લાલ કિલ્લા પર પહોંચ્યા તો તેમને ત્રણેય સેનાના જવાનોએ સલામી આપી. પીએમ મોદીએ પણ તેમનું અભિવાદન કર્યું. ત્યારબાદ પીએમ મોદી લાહોરી ગેટ થઈને લાલ કિલ્લાની અંદર પહોંચ્યા. પીએમ મોદીના સ્વાગત માટે લાલ કિલ્લામાં રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું. સુરક્ષા એકદમ ચાકબંધ હતી. 

પીએમ મોદીએ ફરકાવ્યો તિરંગો

4/13
image

પીએમ મોદીએ 76મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પર નવમીવાર તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ રાષ્ટ્રગીત વાગ્યું. પછી પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું. સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કરે તેવી પરંપરા છે. જે 15 ઓગસ્ટ 1947થી ચાલતી આવી છે. 

પરિવારવાદ, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર કરી વાત

5/13
image

લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ પરિવારવાદ, ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા. આ ઉપરાંત આગામી 25 વર્ષની ભારતના વિકાસની બ્લ્યૂ પ્રિન્ટ પણ રજૂ કરી. નારી સન્માનની વાત કરતા ભાવુક થતા જોવા મળ્યા. તેમણે એમ પણ કહ્યું કે અનેકવાર ટેલેન્ટ ભાષામાં બંધાઈ જાય છે પરંતુ એવું થવું જોઈએ નહીં. દેશમાં જેટલી પણ ભાષાઓ છે આપણને તેના પર ગર્વ હોવો જોઈએ. 

કલાકારોને મળ્યા પીએમ મોદી

6/13
image

સ્વતંત્રતા દિવસના અવસરે સંબોધન બાદ પીએમ મોદી લાલ કિલ્લાથી બહાર કારમાં બેસીને આવ્યા અને પછી વિભિન્ન રાજ્યોમાંથી આવેલા કલાકારોની સાથે તેમણે મુલાકાત કરી.   

7/13
image

8/13
image

9/13
image

10/13
image

11/13
image

12/13
image

13/13
image