January To June સુધીના 6 મહિનામાં કઈ ગાડીને લોકોએ બનાવી સુપરસ્ટાર? આ રહ્યું લિસ્ટ

સવજી ચૌધરી, અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં લોકોએ કઈ ગાડી પર સૌથી વધુ ભરોસો કર્યો? જો તમે ગાડી લેવાના છો તો આ વાંચ્યા પછી જ નિર્ણય કરજો.

જૂન મહિનાની સુપરસ્ટાર WAGON R

1/7
image

જૂન મહિનામાં દેશના લોકોએ સૌથી વધુ મારુતિની WAGON R ગાડી પર ભરોસો મુક્યો છે. ગયા મહિને આ કારના 19,447 યુનિટનું વેચાણ થયું છે. એટલે કે ભારતમાં જેટલી પણ ગાડીઓ વેચાઈ તેમાં સૌથી વધુ વેગન આરનું વેચાણ થયું. હવે દરેકને સવાલ થાય કે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લોકોએ સૌથી વધુ કઈ ગાડીને ખરીદી? તો જાણો... જાન્યુઆરીથી જૂન સુધીના 6 મહિનામાં કઈ ગાડી પર લોકોએ આંખો મીચીને વિશ્વાસ કર્યો!  

મે મહિનાની સુપરસ્ટાર CRETA કાર

2/7
image

આ વર્ષના પાંચમા મહિનામાં એટલે કે મે મહિનામાં આપણે કોરોનાની બીજી લહેરની પીકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દેશના લોકોએ સૌથી વધુ જે કાર ખરીદી હતી તે છે હ્રુન્ડાઈની ક્રેટા. મે મહિનામાં CRETA ગાડીના 7,527 યુનિટનું વેચાણ થયું હતું. એક યુનિટ એટલે એક કાર. એટલે કે, મે મહિનામાં લોકોએ સૌથી વધુ જે કાર ખરીદી હતી તે ક્રેટા હતી અને એ જ કારણે આ કાર મે મહિનામાં બેસ્ટ સેલિંગ કારના લિસ્ટમાં પ્રથમ નંબરે આવી હતી.

એપ્રિલ મહિનામાં WEGON R હતી નંબર 1

3/7
image

એપ્રિલ મહિનામાં દેશની ટોપ 10 બેસ્ટ સેલિંગ કારમાં (TOP 10 BEST SELLING CAR) નંબર 1 પર હતી મારુતિની WEGON R. તેના 18,656 યુનિટનું વેચાણ થયું હતું. જૂનમાં પણ સૌથી વધુ લોકોએ આ કાર ખરીદી છે, પરંતુ મે મહિનામાં દેશમાં આંશિક લૉકડાઉન લાગ્યું ત્યારે વેગન આર ટોપ 10ના લિસ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી અને લોકોએ ક્રેટાને નંબર 1 બનાવી હતી.  

માર્ચ મહિનામાં SWIFT હતી સુપરસ્ટાર

4/7
image

જ્યારે આપણા દેશમાં કોરોનાની બીજી લહેર જોર પકડતી હતી ત્યારે કાર ખરીદનારા સ્વિફ્ટ ખરીદી રહ્યા હતા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં 21,714  સ્વિફ્ટ ગાડીઓનું વેચાણ થયું હતું.   

ફેબ્રુઆરીમાં પણ SWIFT નંબર 1 કાર

5/7
image

ફેબ્રુઆરી 2021માં પણ મારુતિની આ ગાડી પર નવી કાર ખરીદનારાઓએ પુરો ભરોસો મુક્યો હતો. ફેબ્રુઆરીમાં 20,264 SWIFT કારનું વેચાણ થયું હતું. એટલે કે ફેબ્રુઆરી અને માર્ચમાં ટોપ 10 કારમાંથી સતત 2 મહિના નંબર 1 હતી મારુતિની સ્વિફટ.  

જાન્યુઆરીમાં ALTOએ તોડ્યો હતો રેકોર્ડ

6/7
image

કોરોનાની પહેલી લહેર ભૂલીને આપણે જ્યારે 2021ના નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હતા એ મહિને સૌથી વધુ લોકોએ મારુતિની એન્ટ્રી લેવલ હેચબેક ALTO ખરીદી હતી. એટલે કે આ વર્ષના પહેલા મહિનામાં દેશના લોકોને આ નાની ગાડીમાં રસ પડ્યો હતો. તેનું એક કારણ હતું કોરોનાના કારણે જાહેર પરિવહનની સેવામાં આવેલો વિક્ષેપ. પોતાની સુરક્ષા માટે દરેક વ્યક્તિ એક કાર હોય તેવું વિચારતો હતો અને તેનો જ પડઘો જાન્યુઆરી મહિનામાં વેચાયેલી સૌથી વધુ કારના આંકડા પર પડ્યો છે. જાન્યુઆરીમાં 18,260 અલ્ટો કાર વેચાઈ હતી.  

હવે તમે નક્કી કરો કે તમારે કઈ કાર લેવી છે?

7/7
image

દરેક વ્યક્તિ કાર ખરીદતાં પહેલાં પોતાના મિત્રો અને કારના જાણકારને પૂછે છે કે તેણે કઈ ગાડી લેવી જોઈએ? કાર ખરીદનાર એ પણ જોતો હોય છે કે કઈ ગાડી સૌથી વધારે વેચાઈ રહી છે? તેના પરથી કાર ખરીદનાર નક્કી કરે છે કે બેસ્ટ સેલિંગ કાર ખરીદવામાં જ શાણપણ છે. જો તમે પણ તમારું કારનું સપનું પૂરું કરવાનું વિચારી રહ્યા છો તો આ વાંચ્યા પછી તમારી દરેક મૂંઝવણ દૂર થઈ જશે. ભારતમાં જ્યારથી કોરોના આવ્યો ત્યારથી (જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી) કાર ખરીદનારા લોકોએ કઈ ગાડી સૌથી વધુ ખરીદી? તેની માહિતી જો તમારે જાણવી હોય તો ZEE 24 કલાકની વેબસાઈટ વાંચતા રહો. તમને જો આ આર્ટિકલ પસંદ પડ્યો હોય તો તમે લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં.