2024માં આ 3 ભૂતિયાં ફિલ્મે બીજી ફિલ્મોના બોરિયાં બિસ્તરાં ભરાવી દીધા, ઉસેટી ગઈ કરોડો રૂપિયા!

Highest Grossing Horror Films Of 2024: વર્ષ 2024 માં હોરર ફિલ્મો જલવો રહ્યો છે. 6 મહિનામાં ત્રણ ફિલ્મો બેક-ટુ-બેક રિલીઝ થઈ અને તે તમામે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે.  હોરર ફિલ્મો હજુ પણ બોક્સ ઓફિસ પર જંગી નફો કમાઈ રહી છે.

1/7
image

આજે અમે તમને ત્રણ હોરર ફિલ્મોના નામ જણાવીશું જેણે બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી છે. પહેલી હોરર ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું હતું. આ પછી બીજી ફિલ્મ જૂનમાં રિલીઝ થઈ અને પછી ત્રીજી ફિલ્મ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ. તે ત્રણ ફિલ્મોના નામ છે 'શૈતાન', 'મુંજ્યા' અને 'સ્ત્રી 2'.

Shaitaan

2/7
image

સુપર નેચરલ હોરર ફિલ્મ 'શૈતાન' માર્ચ 2024માં રિલીઝ થઈ હતી. જેમાં અજય દેવગણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાઉથની અભિનેત્રી જ્યોતિકા, જાનકી બોડીવાલા અને આર માધવન પણ આ ફિલ્મનો ભાગ હતા. 'શૈતાન'નું નિર્દેશન વિકાસ બહલે કર્યું હતું.

3/7
image

'શૈતાન' રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે દેશભરમાં 149.49 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની વિશ્વભરમાં કુલ કમાણી 211.06 કરોડ રૂપિયા હતી.

Munjya

4/7
image

બીજી ફિલ્મનું નામ 'મુંજ્યા' છે. આ ફિલ્મ જૂન મહિનામાં સિનેમાઘરોમાં આવી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ખૂબ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મમાં શર્વરી વાઘ, અભય વર્મા, મોના સિંહ અને સત્યરાજ જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. આ વર્ષની બીજી હિન્દી હોરર ફિલ્મ હતી, જે બોક્સ ઓફિસ પર સુપર હીટ સાબિત થઈ હતી. 

5/7
image

અભય વર્મા અને શર્વરી વાઘની ફિલ્મ 'મુંજ્યા'એ ભારતમાં 107.48 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની કુલ વર્લ્ડવાઈડ કમાણી 132.13 કરોડ રૂપિયા હતી. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય સરપોતદારે કર્યું હતું.

Stree 2

6/7
image

આ યાદીમાં ત્રીજી ફિલ્મ 'સ્ત્રી 2'નું નામ પણ સામેલ છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે. અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી અને અભિષેક બેનર્જી પણ ફિલ્મનો એક ભાગ છે. ખાસ વાત એ છે કે 15 ઓગસ્ટે રિલીઝ થયેલી 'સ્ત્રી 2' હજુ પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે.

7/7
image

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2'એ અત્યાર સુધી દેશભરમાં 583.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.  આ ફિલ્મે વિશ્વભરમાં 823.02 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. 'સ્ત્રી 2' વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. એવું બને કે આગામી દિવસોમાં હોરર પર બીજી ફિલ્મો પણ આવી શકે છે.