લોન્ચ પહેલાં સામે આવી Creta N Line ના ફોટા, ઇંટીરિયર-એક્સટીરિયરનો ખુલાસો
Hyundai Creta N Line: Hyundai તેની Creta SUV નું N-Line વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. તે 11 માર્ચે લોન્ચ થશે, જેના માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં, હ્યુન્ડાઈએ લોન્ચ પહેલા જ Creta N-Lineના એક્સટીરિયર અને ઇંટીરિયરની તસવીરો જાહેર કરી છે. આવો, તસવીરો જોઈએ.
Hyundai Creta N Line
સ્પોર્ટી ક્રેટા એન લાઇનના ઇંટીરિયરમાં કોન્ટ્રાસ્ટિંગ રેડ ઇન્સર્ટ્સ સાથે ઓલ-બ્લેક થીમ મળશે. તેમાં ઇંટીગ્રેટેડ કર્વ્ડ 10.25 ઇંચ HD ઇન્ફોટેનમેન્ટ અને 10.25 ઇંચ ડિજિટલ ક્લસ્ટર હશે. કેબિનમાં બ્લેક થીમ સાથે રેડ ઇન્સર્ટ ઉપલબ્ધ હશે.
Hyundai Creta N Line
તેના ડેશબોર્ડ લેઆઉટ, એર-કોન વેન્ટ્સ અને ગિયર લીવર પર રેડ ઇન્સર્ટ જોઇ શકાય છે. સ્ટિયરિંગ વ્હીલ, ગિયર નોબ અને લેધરેટ સીટ પર રેડ સ્ટિચિંગ આપવામાં આવ્યું છે. ગિયર નોબ અને આગળની સીટો પર "N" બેજિંગ ઉમેરવામાં આવ્યું છે.
Hyundai Creta N Line
તેમાં લેધરેટ સીટ હશે, જ્યાં લાલ સ્ટીચિંગ મળશે. કારનું ઇન્ફોટેનમેન્ટ યુનિટ વોઈસ સપોર્ટ સાથે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેને પણ સપોર્ટ કરશે. SUV ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, એમ્બિયન્ટ લાઇટિંગ, 360-ડિગ્રી સરાઉન્ડ કેમેરા, પેનોરેમિક સનરૂફ સાથે આવી શકે છે.
Hyundai Creta N Line
આગળના ભાગમાં તમને રેગ્યુલર ક્રેટાથી અલગ ગ્રીલ મળશે, જે વધુ બોલ્ડ પણ લાગે છે. Creta N લાઇનની સાઇડ પ્રોફાઇલ લાલ બ્રેક કેલિપર્સ સાથે તમામ નવા R18 એલોય વ્હીલ્સ હશે. આ સાથે સાઇડ સિલ પર રેડ ઇન્સર્ટ ડાયનેમિક લુક મળશે.
Hyundai Creta N Line
તેના રિયરમાં રેડ ઇંસર્ટની સાથ સ્પોર્ટી સ્કિડ પ્લેટ અને સ્પોર્ટી ટ્વિન ટિપ એક્ઝોસ્ટ સાથે નવી ડિઝાઇન મળે છે. આ સાથે જ પીછળ રાઇટ સાઇડમાં એન-લાઇન બેજિંગ મળશે.
Trending Photos