Home Remedies for Headache: ચપટીમાં ગાયબ થઇ જશે માથાનો દુખાવો, અપનાવો આ 5 ઘરેલુ નુસખા

Headache home remedies: શિયાળાની ઋતુ આવતા જ માથાના દુખાવાની સમસ્યા ગંભીર બની જાય છે. ઘણી દવાઓ લેવા છતાં પણ દુખાવો ઓછો થતો નથી. આજે અમે તમને જણાવીએ કે કયા ઘરેલુ ઉપચારથી તમારો માથાનો દુખાવો ચપટીમાં જ ગાયબ થઇ જશે. 

ગરમ પાણીમાં લીંબુનો રસ

1/5
image

માથાનો દુખાવો એટલો બેકાર હોય છે કે તેને સહન કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો ઘણા કામો કર્યા પછી પણ દુખાવો ઓછો થતો નથી, તમે ના માટે ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પી શકો છો.

સફરજન પર મીઠું

2/5
image

સફરજન પર મીઠું ભભરાવીને ખાવાથી પણ મિનિટોમાં માથાનો દુખાવો દૂર થઈ જાય છે. તમારે પણ તેને જરૂર ટ્રાય કરવો જોઇએ. ઘણા લોકોને સફરજન ખાવાનું પણ ખૂબ ગમે છે. જો તમે 1 સફરજન પણ ખાશો તો તમને ફાયદો થશે.

લવિંગનું પાણી

3/5
image

લવિંગ ચાવવાથી અને ખાવાથી ઘણા રોગો દૂર થાય છે. જો તમે લવિંગનું પાણી બનાવીને પી લો તો પણ તેનાથી તમને ઘણી રાહત મળે છે. તમે ઇચ્છો તો લવિંગની કળીઓને રૂમાલમાં બાંધીને સૂંઘી શકો છો.

તુલસીનું પાણી

4/5
image

તુલસીનું પાણી પીવાથી પણ માથાનો દુખાવો દૂર થાય છે. જો તમે ઈચ્છો તો તુલસીમાં આદુ મિક્સ કરીને તેનું પાણી પણ પી શકો છો. માથાના દુખાવાથી પીડિત વ્યક્તિને રાહત મળી શકે છે.

લવિંગના તેલની માલિશ

5/5
image

લવિંગના તેલની માલિશ કરવાથી પણ માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે. તમારા કપાળ પર માલિશ કરો અને પછી માથું બાંધીને થોડીવાર સૂઈ જાઓ, તેનાથી તમારો માથાનો દુખાવો ઓછો થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ, ઘરેલુ નુસખા અને જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)