ગુજરાતના જે ભાગમાં 400 વર્ષ પોર્ટુગીઝ શાસન રહ્યું, ત્યાં ક્રિસમસ સેલિબ્રેશન કેવુ થાય છે જોઈએ

Christmas Celebration નિલેશ જોશી/દમણ : વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ક્રિસમસની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અડધી રાત્રે ચર્ચમાં બાળ ઈસુના જન્મને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ચર્ચમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષોથી પણ વધુ વર્ષ પોર્ટુગીઝ શાસન રહેલું હતું. તેના કારણે દમણમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો રહે છે. દેશ વિદેશમાં રહેલા દમણના ખ્રિસ્તી લોકો નાતાલના દિવસે માદરે વતન દમણ આવે છે અને પોતાના પરિજન સાથે નાતાલની ભવ્ય ઉજવણી કરે છે. સંઘપ્રદેશ દમણમાં 400 વર્ષથી જુનું ઐતિહાસિક ચર્ચ છે. ત્યારે અહીંના આ ઐતિહાસિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ક્રિસમસને વધાવવા અને ક્રિસમસની ઉજવણી માટે પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઈટથી સુશોભિત કરવામાં આવે છે. ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુની જન્મની ઝાંખી કરાવતી પ્રદર્શનની પણ રાખવામાં આવે છે. આમ વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ ક્રિસમસની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને લોકો એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.

1/12
image

2/12
image

3/12
image

4/12
image

5/12
image

6/12
image

7/12
image

8/12
image

9/12
image

10/12
image

11/12
image

12/12
image