જૂનાગઢ-વેરાવળ હાઇવે રક્તરંજિત બન્યો, બે કારની ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યાં મોત

Junagadh Accident News જુનાગઢ : જુનાગઢના કેશોદમાં વિચિત્ર અકસ્માતમાં 7 લોકોનો ભોગ લેવાયો છે. કેશોદના ભંડુરીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. એટલુ જ નહિ, એક કારમાંથી સળગતો બાટલો બાજુના ઝૂંપડામાં જતા ત્યાં પણ આગ લાગી હતી. 

કાળજું કંપાવી દે તેવો અકસ્માત

1/5
image

માંગરોળના ડીવાયએસપી દિનેશ કોડિયાતરે માહિતી આપતા જણાવ્યું કે, કેશોદના ભંડુરીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સોમનાથ તરફ જતી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર ડીવાઇડર ક્રોસ કરી રોગ સાઈડ જતી રહી હતી. બીજી તરફ રોંગ સાઇડમાં સામેથી આવતી કાર સાથે તે અથડાઈ હતી. 

બે કારના અકસ્માતમાં 7 નો ભોગ લેવાયો

2/5
image

અકસ્માતમાં સાત લોકોના મોત થયાની માહિતી મળી છે. એક કારમાં પાંચ વ્યક્તિ અને બીજી કારમાં બે વ્યક્તિ સવાર હોવાનું સામે આવ્યું. જેમાં પાંચ વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. મૃતકોને માળિયા હાટીનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.  

કારના બોટલથી ઝુંપડામાં આગ

3/5
image

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાંથી સળગતો બાટલો બાજુના ઝૂંપડામાં જતા ત્યાં પણ આગ લાગી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને ઝુંપડાની આગ બૂઝવવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી

4/5
image

5/5
image