મુસાફરોને બસમાં બેઠા બેઠા મોત આવ્યું! ભાવનગર તળાજા હાઈવે પર લક્ઝરી બસના અકસ્માતમાં 6 ના મોત

Bhavnagar Accident News : ફુલગુલાબી ઠંડીની મંગળવારે વહેલી સવારે ભાવનગર તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 15થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. તળાજાના ત્રાપજ બાયપાસ હાઈવે પર આ ઘટના બની હતી, જેમાં ખાનગી લક્ઝરી બસ બંધ ડમ્પરમાં ઘુસી જતા રસ્તા પર લોહીની નદી વહી હતી. 

1/5
image

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના કમકમાટીભર્ય મોત નિપજ્યા છે. 

2/5
image

હાઈવે પર બંધ પડેલા ટ્રકની પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તો કેટલાક લોકોને તળાજા અને કેટલાક લોકોને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા.

3/5
image

ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજુલા તરફ જતી હતી, ત્યારે તળાજા પાસે આ બનાવ બન્યો હતો. 

4/5
image

તો બીજી તરફ, વડોદરામાં વધુ એક ભારદારી વાહને નિર્દોષનો જીવ લીધો છે. છાણી રોડ પર ગઈકાલે રાત્રે કોંક્રિટ મિક્સર મશીનની અડફેટે બાઈક સવારનું મોત નિપજ્યુ હતું. છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાઈક સવાર અમિતચંદ્ર મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તો કોંક્રિટ મિક્સરના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

5/5
image