અમેરિકાના દર્દનાક અકસ્માતની તસવીરો, જેમાં ગુજરાતીઓના થયા છે મોત, કાળજું કંપી ઉઠશે

America Accident News : અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત.. મૂળ આણંદના વતની ત્રણ મહિલાઓના મૃત્યું... પુરઝડપે દોડતી કાર બ્રિજ સાથે ટકરાઈ.. ઓવરસ્પીડના કારણે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા

1/7
image

અમેરિકાની ધરતી ભારતીયો માટે સલામત નથી રહી. અમેરિકામાં ગુજરાતીઓની સપનાની નગરી છે, પરંતુ આ ધરતી અનેક ગુજરાતીઓના જીવ લઈ રહી છે. ત્યારે અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓનાં મોત નિપજ્યા છે.

2/7
image

મૃતક ત્રણેય મહિલાઓ મૂળ આણંદ જિલ્લાની વતની છે. તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી. ઓવરસ્પીડના કારણે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.

3/7
image

પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આણંદ જિલ્લાની મૂળ રહેવાસી મહિલાઓ, જે અમેરિકામાં સ્થાયી થઈ હતી તેમના મોત નિપજ્યા છે.   

4/7
image

મૃતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની છે, તો એક મૃતક મહિલા કાવીઠા ગામની મૂળ વતની છે. તો આ અકસ્માતમાં ગાડીમાં સવાર વધુ એક વાસણા ગામની મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. 

મૃતક મહિલાઓના નામ

5/7
image

રેખાબેન દિલીપભાઈ પટેલ વાસણા (બો)નું મોત, સંગીતાબેન ભવનેશભાઈ પટેલ વાસણા (બો)નું મોત, મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ. કાવીઠાનું મોત  

6/7
image

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીના જઈ રહી હતી, ત્યારે વચ્ચે આ અકસ્માત નડ્યો હતો. કાર ઓવરસ્પીડમાં હોવાને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.   

7/7
image

અકસ્માતને પગલે અમેરિકન પોલીસ દોડતી થઈ હતી. તો બીજી તરફ, ગોઝારી ઘટનાને લઈને વાસણા (બો)અને કાવીઠા ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.