300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગ, આ 5 જાતકો પર શિવજી રહેશે મહેરબાન, થશે લાભ

Mahashivratri 2024 Subh Yog: પંચાગ અનુસાર આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ અને શિવ યોગ સહિત ઘણા શુભ સંયોગમાં મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે. જેનાથી વૃષભ, મકર સહિત કેટલાક જાતકોને લાભ થશે. 
 

Mahashivratri 2024

1/7
image

હિન્દુ ધર્મમાં ફાગણ મહિનાની ચોથના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતિના લગ્ન થયા હતા. પંચાગ અનુસાર આ વર્ષે 8 માર્ચ 2024ના ખુબ શુભ સંયોગની સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. આ વખતે મહાશિવરાત્રિના દિવસે શિવ યોગ, સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યાં છે. આ સાથે ગ્રહોની યુતિ પણ ખાસ માનવામાં આવી રહી છે. 8 માર્ચે કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર સાથે મળી ત્રિગ્રહી યોગ બનાવશે. મહાશિવરાત્રિના એક દિવસ પહેલા રાજકુમાર બુધ મીન રાશિમાં ગોચર કરશે અને મંગળ ગ્રહ મકર રાશિમાં બિરાજમાન હશે. જ્યોતિષ ગણનાઓ અનુસાર આવો અદ્ભુદ સંયોગ આશરે 300 વર્ષ બાદ બની રહ્યો છે. જેનાથી મહાશિવરાત્રિનો દિવસ કેટલાક જાતકો માટે શુભ સાબિત થશે.   

મેષ રાશિ

2/7
image

લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. નોકરી-કારોબારમાં પ્રગતિનો યોગ બનશે. આર્થિક સમસ્યાથી છુટકારો મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.   

વૃષભ રાશિ

3/7
image

કાર્યોમાં ઈચ્છીત સફળતા મળશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. લગ્ન જીવનમાં ખુશી આવશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. 

તુલા રાશિ

4/7
image

ધન આગમનના નવા માર્ગ બનશે. નોકરી અને કારોબારમાં પ્રગતિ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. લગ્ન જીવન સુખમય રહેશે. 

મકર રાશિ

5/7
image

પ્રેમ-સંબંધોમાં મધૂરતા આવશે. નોકરી શોધી રહ્યાં છો તો નવી નોકરી મળી જશે. ઓફિસમાં પ્રમોશનની તક વધશે. આર્થિક પક્ષ મજબૂત થશે.

કુંભ રાશિ

6/7
image

જૂના રોકાણથી સારૂ રિટર્ન મળશે. જમીન કે વાહન ખરીદી શકો છો. ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. વેપારમાં સ્થિતિ મજબૂત થશે. 

ડિસ્ક્લેમર

7/7
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય છે અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.