રક્ષાબંધનના 2 દિવસ બાદ ચમકી જશે 3 રાશિના જાતકોનું ભાગ્ય, મળશે સૌથી મોટા ખુશીના સમાચાર

Mercury Transit Horoscope August: ઓગસ્ટમાં બુધ ચંદ્રમાની રાશિમાં ગોચર કરશે. કેટલાક દિવસ ચંદ્રમાના ઘરમાં રહ્યાં બાદ ફરી બુધ સૂર્યના ઘરમાં આવશે અને પછી પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરશે. જાણો બુધ ગોચરથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે.
 

બુધ ગોચર

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ એક ચોક્કસ સમયમાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. બુદ્ધિ, જ્ઞાન તથા વેપારના કારક બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવ્યા છે. બુધ આ સમયે સિંહ રાશિમાં બિરાજમાન છે. 22 ઓગસ્ટે સવારે 6 કલાક 22 મિનિટ પર બુધ કર્ક રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાં ફરીથી ગોચર કરસે. 23 સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાંથી નિકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે બુધ એક મહિનામાં ત્રણવાર પોતાની રાશિ બદલશે. બુધનું કર્ક ગોચર દરેક 12 રાશિઓને પ્રભાવિત કરશે પરંતુ કેટલાક જાતકો માટે તે લાભકારી રહેશે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે છે. તેવામાં બુધ ગોચર તહેવાર બાદ થશે. જાણો બુધનું કર્ક ગોચર કયાં જાતકો માટે લાભકારી રહેશે.

કન્યા રાશિ

2/5
image

બુધ ગોચરથી કન્યા રાશિના જાતકોને મોટા ખુશીના સમાચાર મળવાની છે. નોકરી-કામધંધામાં સારો વિકલ્પ મળી શકે છે. જો તમે કોઈ ઈન્ટરવ્યુમાં સામેલ  થવાનો છો તો તમને સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેશે. ધનની સ્થિતિમાં સુધાર થશે. આર્થિક રૂપથી તમે સારૂ પ્રદર્શન કરશો. આ સમયમાં તમને કામમાં સફળતા મળી શકે છે.   

વૃશ્ચિક રાશિ

3/5
image

વૃશ્ચિક રાશિના જાતકોને બુધ ગોચરથી સારૂ રિટર્ન પ્રાપ્ત થશે. કોઈ રોકાણથી ભરપૂર લાભ મળશે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. નવા સ્ત્રોતથી ધનનું આગમન થશે. કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. પરિવારનો સહયોગ મળશે. જીવન આનંદદાયક રહેશે. દેવું ઉતરવાથી માનસિક તણાવ દૂર થશે. રોકાણ માટે આ સમય સારો છે.

કુંભ રાશિ

4/5
image

બુધ ગોચરથી કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. આ સમય તમારી લાઇફમાં પોઝિટિવ ફેરફારોની સાથે સારૂ પરિણામ લઈને આવશે. યાત્રામાં લાભ થશે. કોઈ અટવાયેલા કામમાં સફળતા મળશે. અચાનક ધનલાભની સાથે સુખદ સમાચાર મળી શકે છે. બિઝનેસમેન માટે આ સમય અનુકૂળ રહેવાનો છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.