Teeth Whitening: હસવું બની ગયું છે મુશ્કેલ? આ ઘરેલુ ઉપાયોથી મોતી જેવા ચમકશે દાંત
Yellow Teeth Cleaning Tips: પીળા દાંતના કારણે ખુલીને હસવું મુશ્કેલ બની ગયું છે તો અમે અહીં તમે કેટલાક ઘરેલુ ઉપાયો (Peele Dant Ke Upay) બતાવવા જઇ રહ્યા છે. તેનાથી તમે થોડા દિવસોમાં જ પીળા દાંતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.
પીળા દાંત ચમકાવો (Yellow Teeth Cleaning)
અહીં તમે તમારા પીળા દાંત લોકોને ખુલીને હસતાં રોકે છે. તેના માટે લોકો ડોક્ટર પાસે જાય છે. પરંતુ કાયમી છુટકારો મળતો નથી. એવામાં આજે અમે તમને તમારા પીળા દાંત માટે ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ જેથી તમને થોડા દિવસોમાં દાંત સફેદ (Teeth Whitening Tips) કરવામાં આરામ મળશે.
સરસવનું તેલ
સરસવના તેલમાં મીઠું મીક્સ અને તેને ટૂથબ્રશ અથવા આંગળીની મદદથી દાંત પર ઘસો. લગભગ 5 મિનિટ સુધી ઘસવાથી દાંતને સાફ કરી લો. થોડા દિવસોમાં તમે જોશો તો દાંત સફેદ થવા લાગશે.
અનાનસનો ઉપયોગ
અનાનસની મદદથી દાંતની પીળાશ દૂર કરવા માટે અનાનસને પીસી લો અને ચીની, મીઠું મિક્સ કર્યા બાદ દાંતને સાફ કરી દો.
સંતરાની છાલ
સંતરાની છાલનો ઉપયોગ કરીને દાંતની પીળાશનો ઇલાજ કરી શકાય છે. સંતરાની છાલને તમારા દાંત પર ઘસશો તો ધીમે ધીમે દાંત સફેદ થવા લાગશે.
લીમડાનું દાતણ
લીમડાનું દાતણ પીળા દાંતોને ચમકાવી શકે છે. દાંતણથી દાંતને સાફ કરવામાં સમય ભલે લાગે પરંતુ દરરોજ દાંત કરવાથી ઓરલ હેલ્થ સારી રહે છે.
બેકિંગ સોડા અને લીંબુ
તમે દાંતને સાફ કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાને નેચ્યુરલ ક્લિન્ઝર પણ કહેવામાં આવે છે. બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરો અને દાંતની મસાજ કરો. 2-3 અઠવાડિયા બાદ તમને અસર દેખાશે. તમારા દાંત મોતીની જે ખીલી ઉઠશે અને પીળાપણુ ગાયબ થઈ જશે.
નારિયેળનું તેલ
દાંતમાંથી પીળાપણું દૂર કરવા માટે તમે નારિયેળના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નારિયેળના તેલના કોગળા કરો, આ ટ્રીકને ઓઈલ પુલિંગ કહેવામાં આવે છે. આમ કરવાથી દાંતમાં ફસાયેલી ગંદકી નીકળી જશે અને દાંતમાં પીળાપણુ નહીં આવે.
Trending Photos