આ શહેરમાં છે હજારો વર્ષ જૂની શાળા, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ ભણ્યા હતા, 64 કળા શીખ્યા હતા

એવું કહેવાય છે કે ઉજ્જૈનમાં આવેલા સાંદિપની આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણએ શિક્ષણ મેળવ્યું હતું. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા આ આશ્રમ વિશે ખાસ જાણો. 

1/6
image

ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુદામા બાળપણમાં શિક્ષણ મેળવવા માટે ગુરુ સાંદિપનીના આશ્રમમાં આવ્યા હતા. ત્રણેયે પોતાનું પ્રાથમિક શિક્ષણ અહીંથી શરૂ કર્યું હતું. 

2/6
image

ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુદામા બાળપણમાં શિક્ષણ મેળવવા માટે ગુરુ સાંદિપનીના આશ્રમમાં આવ્યા હતા. ત્રણેયે પોતાનું પ્રાથમિક શિક્ષણ અહીંથી શરૂ કર્યું હતું.   

3/6
image

મહર્ષિ સાંદિપનીનો આ આશ્રમ મંગળનાથ રોડ પર આવેલો છે. આશ્રમની પાસેના ક્ષેત્રને અંકપાત નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થાનનો ઉપયોગ ભગવાન કૃષ્ણએ પોતાની કલમ ધોવા માટે કર્યો હતો. 

4/6
image

એવું કહેવાય છે કે પહેલા આ આશ્રમ ઘાસ ફૂસનો બનેલો હતો. પરંતુ ત્યારબાદ તેને બચાવવા માટે તેનું કોંક્રીટથી નિર્માણ કરાયું. મહર્ષિ સાંદિપની આશ્રમના પૂજારીનું કહેવું છે કે આ આશ્રમ 5266 વર્ષ જૂનો છે. 

5/6
image

ભગવાન કૃષ્ણ, બલરામ અને સુદામાની બાળ સ્વરૂપમાં બેસેલી મૂર્તિઓ જોઈ શકાય છે. દરેકના હાથમાં સ્લેટ અને કલમ જોવા મળે છે. જ્યારે ભગવાન કૃષ્ણ અહીં અભ્યાસ માટે આવ્યા ત્યારે તેમની ઉંમર 11 વર્ષ હતી. 

6/6
image

એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે અહીંથી 64 વિદ્યાઓ અને 16 કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મામા કંસનો વધ કર્યા બાદ તેઓ બાબા મહાકાલેશ્વરની નગરી અવંતિકા આવ્યા અને 64 દિવસ સુધી રહીને શિક્ષણ મેળવ્યું હતું. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)