વાળ ખાતી કિશોરીના પેટમાંથી નીકળ્યો 1 કિલો 200 ગ્રામ વાળનો ગુચ્છો, ઓપરેશન સફળ રહ્યું

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન કિશોરીના પેટમાંથી વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો હતો. તલોદના બડોદરાની કિશોરીને એક મહિનાથી પેટમાં દુખાવા અને ઉલ્ટીની ફરિયાદ ઉપડી હતી. સિવિલ હોસ્પિટલમાં છ તબીબોએ બે કલાક સુધી કિશોરીનું ઓપરેશન કર્યું હતું. જેમાં કિશોરીના પેટમાંથી 1 કિલો 200 ગ્રામની વાળની ગાંઠ નીકળી હતી. આ ગાંઠ 25 ઇંચની નીકળી હતી. કિશોરી પોતાના વાળ ખાતી હોવાનું તબીબે જણાવ્યું, જેથી તેના પેટમાંથી આટલી મોટી માત્રામાં વાળનો ગુચ્છો નીકળ્યો હતો. સાત દિવસ સિવિલમાં સારવાર હેઠળ બાળકીને રાખવામાં આવી છે. 
 

1/4
image

2/4
image

3/4
image

4/4
image