આ 6 વર્ષીય ટેણીયું સમગ્ર ગુજરાતમાં બની રહ્યું છે ચર્ચાસ્પદ! રમવાની ઉંમરમાં બોલે છે વૈદિક ABCD અને શ્લોક

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: દરેક વ્યક્તિમાં અમર્યાદિત બુદ્ધિ ક્ષમતા એ ભગવાને આપેલી વિશિષ્ટ તાકાત છે. જોકે કેટલાક બાળકોને મળેલી અદ્વિતીય સ્મરણ શક્તિનો પરિવારજનોને બાળપણથી જ અનુભવ થતો હોય છે. જેમાં સામાન્ય બાળકો મોબાઇલ સહિત નાની મોટી રમતોમાં સમય પસાર કરતા હોય છે પરંતુ હિંમતનગરનો 6 વર્ષીય મંત્ર પટેલ એક વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સમાજ અને પરિવારજનોનું ગૌરવ અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

1/8
image

અત્યાર સુધી તમે ABCD સાંભડી હશે જેમાં A ફોર એપ્રિલ, B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ પરંતુ હિંમતનગરના એક છ વર્ષીય બાળકના મુખે તમે સાંભળશો વૈદિક એ.બી.સી.ડી. અને શ્લોકો તો સાંભળો.  આ બાળક જે બોલી રહ્યો છે વૈદિક મંત્ર અને આ મંત્ર પટેલ હાલ છ વર્ષનો છે. મંત્ર ચાર વર્ષ નો હતો ત્યારે શિવ તાંડવ બોલવાની શરૂઆત કરી હતી.ત્યાર બાદ મંત્ર હવે મંત્રો અને શ્લોકો પણ બોલે છે. 

2/8
image

સામાન્ય રીતે પાંચથી છ વર્ષની ઉંમર પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા માટેની પણ યોગ્યતા ધરાવતી નથી. સાથો સાથ છ વર્ષની ઉંમરે મોટાભાગના બાળકો નાની મોટી રમતો સહિત મોબાઈલની ગેમ નર્સરી વર્ગ એક અને બે માં અભ્યાસની ઉંમર હોય છે. તો આ બધાથી જ વિપરીત છે હિંમતનગરનો બાળક, કે જે છ વર્ષની ઉંમરનો મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા સંસ્કૃતના કઠિન શ્લોકનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જાપ કરે છે. તેમજ શિવ તાંડવ જેવા શ્લોકોનું મુખપાઠ કરે છે. 

3/8
image

મોટાભાગે શિવ તાંડવ, ગાયત્રી ચાલીસા, હનુમાન ચાલીસા તેમજ ગણપતિ ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતાના પાઠ કરવા માટે વિશિષ્ટ તૈયારી કરવી પડતી હોય છે. તેમજ સતત મહાવરાના પગલે જ આવા શ્લોકો અને મંત્રો કંઠસ્થ થઈ શકે છે. જોકે છ વર્ષની ઉંમર ધરાવતા મંત્ર પટેલને વિશેષ કોઈ સલાહ સુચન કે તૈયારી વિના બાળપણથી જ જાણે કે કંઠસ્થ હોય તેમ મોટા ભાગની ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતા અને શિવ તાંડવ કંઠસ્થ કર્યા છે સામાન્ય રીતે બાળકોના જન્મદિવસે નાના-મોટા રમકડા સહિત તેમની મનપસંદ ચીજ વસ્તુઓ આપીને તેમને ખુશ કરાવતા હોય છે, ત્યારે મંત્ર પટેલના જન્મદિન નિમિત્તે ત્રણ વર્ષ અગાઉ અપાયેલ શ્રીમદ્ ભગવદ ગીતા થકી તેનામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

4/8
image

અભ્યાસમાં અવ્વલ આજે મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા મંત્રો તદ્દન સરળતાથી સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલી બતાવે છે. સાથોસાથ તેના મિત્રોને પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રેષ્ઠતા બતાવી ધર્મ અને કર્મના પાઠ શીખવી રહ્યો છે. જોકે મંત્ર પટેલની અદ્વિતીય બુદ્ધિ ક્ષમતા વધારવામાં માતા-પિતાનો પણ વિશેષ જવાબદારી રહી છે. તેમને બાળપણ થી જ ભારતીય સંસ્કૃતિ સહિત વૈદિક સંસ્કૃતિ ઉપર વિશેષ ભાર આપ્યો હોવાના પગલે આજે મંત્ર પટેલ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે. જોકે પોતાની વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સહિત સ્મરણ શક્તિ અને વાત છતાં મંત્ર પટેલ એક સારો માણસ બનવાનો મંત્ર જણાવે છે.

5/8
image

જોકે છ વર્ષની ઉંમર હોવા છતાં મંત્ર પટેલના માતા પિતા આજે તેમના દીકરા માટે ગૌરવ લઈ રહ્યા છે. સામાન્ય રીતે પોતાનું સંતાન વિશેષ કાર્ય કરે તેમ જ મોબાઈલ કે અન્ય પરીક્ષાઓમાં વિશેષ સિદ્ધિ મેળવે તો મા-બાપને ગૌરવ થતું હોય છે, પરંતુ છ વર્ષના મંત્ર પટેલે અત્યારથી જ વિશિષ્ટ સ્મરણશક્તિ તેમજ ધારદાર વાક્છટાના પગલે મા બાપ માટે અત્યારથી જ ગૌરવ સમાન બની રહ્યો છે ત્યારે મા-બાપ માટે ભારતની વૈદિક સંસ્કૃતિ માટે મહત્વ હોવાના પગલે હવે તેમનો દીકરો મંત્ર પટેલ પણ અત્યારથી જ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય તેમ છે.

6/8
image

જોકે છ વર્ષનો મંત્ર પટેલે 60 વર્ષના સતત તૈયારીઓ કરનારા અને હોમ હવન યજ્ઞ સહિત વિશિષ્ટ માન સન્માન મેળવનારાઓ માટે પણ અચરજ બની રહ્યા છે, ત્યારે મંત્ર પટેલ ની સિદ્ધિ માટે તેમની માતા પોતાની નોકરી છોડી દિકરામાં સંસ્કાર નુ સિંચન કરી રહી છે તો પીતા પણ બાળક માટે અથાગ મહેનત કરે છે.

7/8
image

જોકે એક તરફ સમગ્ર વિશ્વ ભારત સહિત વૈદિક સંસ્કૃતિ મામલે વિશેષ આદરભાવ ધરાવે છે ત્યારે હિંમતનગરમાં રહેતા મંત્ર પટેલની બુદ્ધિ ક્ષમતા આગામી સમયમાં ગુજરાત સહિત સમગ્ર દેશ માટે કંઈક નવો ચીલો ચિતરે તો નવાઈ નહીં.

8/8
image