12 માળનું ભવ્ય જહાજ ભંગાણ માટે અલંગ પહોચ્યું, તેમાં હાઈફાઈ મોલ કરતા પણ છે જોરદાર સુવિધાઓ

નવનીત દલવાડી/ભાવનગર :સમગ્ર એશિયામાં સૌથી મોટા અને ભાવનગર જિલ્લાનું ઔધોગિક એકમ અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ઘણા લાંબા સમયથી મંદી માંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અગાઉ સેંકડો જહાજ અંતિમ સફરે આવતા હતા. ત્યાં છેલ્લા થોડા સમયથી જહાજની સંખ્યા ક્રમશઃ ઘટી રહી છે. પરંતુ અંધારા બાદ ફરી અજવાળું થતું હોય છે તેમ અલંગમાં વ્યાપેલી મંદી વચ્ચે ફરી સળવળાટ જોવા મળી રહ્યો છે. 12 માળનું વિશાળ જહાજ તેની અંતિમ સફર પૂરી કરી અલંગ ખાતે ભંગાણ માટે મધદરિયે આવી પહોંચ્યું છે.

12 માળના જહાજમાં તમામ આધુનિક સગવડો

1/5
image

એમ.વી સિંગા નામનું અને આધુનિક સવલતો ધરાવતું 12 માળનું એક ક્રુઝ જહાજ ભાવનગરના અલંગ ખાતે ભંગાણ માટે આવતા મંદીના માહોલ વચ્ચે ફરી આશાનું કિરણ ફૂટી નીકળ્યું છે. આ ક્રુઝ જહાજમાં અતિ આધુનિક સવલતો મોજુદ છે, જે ભંગાવા માટે અલંગના મધદરિયે આવી પહોંચ્યુ છે.

એમ.વી સિંગા જેનું જૂનું નામ ઝેનિથ હતું

2/5
image

અલંગના પ્લોટ નં.15 અનુપમા સ્ટીલ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવેલા એમ.વી. સિંગા જહાજનું જૂનુ નામ ઝેનિથ હતું,  22158 મેટ્રિક ટન વજન ધરાવતા આ 12 માળના ક્રુઝ જહાજમાં મુસાફરો માટે 5સ્ટાર હોટલ જેવી સગવડો મોજુદ છે. આ જહાજ 208 મીટર લાંબુ અને 29 મીટર પહોળું છે, તથા તેની ઉંડાઇ 24 મીટર છે.

અંત્યાધુનિક સગવડ ધરાવતું જહાજ

3/5
image

એમ.વી સિંગા ક્રુઝ જહાજને 30 વર્ષ પહેલા વર્ષ 1992માં મુસાફરો માટે તરતું મુકવામાં આવ્યું હતું. મુસાફરો માટે ડાન્સ કલબ, 4 રેસ્ટોરન્ટ, 1360 મુસાફરોનો સમાવેશ થઈ શકે તે માટે આધૂનિક કેબિન, શોપિંગ મોલ, સ્વીમિંગ પૂલ, ઝાકૂઝી, જીમ, સ્પા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્પોર્ટ્સ સેન્ટર, મેડિકલ સેન્ટર સહિતની સગવડતાઓ આ ક્રુઝ જહાજ સિંગા (ઝેનિથ) માં મોજૂદ છે. 

એમ.વી સિંગા જેનું જૂનું નામ ઝેનિથ હતું

4/5
image

અલંગના પ્લોટ નં.15 અનુપમા સ્ટીલ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવેલા એમ.વી. સિંગા જહાજનું જૂનુ નામ ઝેનિથ હતું,  22158 મેટ્રિક ટન વજન ધરાવતા આ 12 માળના ક્રુઝ જહાજમાં મુસાફરો માટે 5સ્ટાર હોટલ જેવી સગવડો મોજુદ છે. આ જહાજ 208 મીટર લાંબુ અને 29 મીટર પહોળું છે, તથા તેની ઉંડાઇ 24 મીટર છે.

ચારવાર માલિકો બદલાયા

5/5
image

આ જહાજના ચાર માલિકો બદલાયા તો સાથે આધૂનિક સગવડતાઓ પણ ઉમેરવામાં આવી હતી, તેમજ સમયસર તેની મરામત પણ કરાવવામાં આવતી હતી. પરંતુ સમય જતાં તેને અંતિમ સફરે મોકલી દેવામાં આવ્યું અને આ જહાજ હાલ અલંગ ખાતે ભંગાણ માટે ભાવનગરના મધદરિયે આવી પહોંચ્યું છે.