1000 રૂપિયા કિલો મળનાર આ શાકભાજી પોષણ તત્વોનું છે પાવરહાઉસ, કેન્સર, બીપી સહિત આ રોગનો છે કાળ!

આર્ટિચોક એક એવી શાકભાજી છે જે પોતાની અનોખી બનાવટ અને ઉત્તમ સ્વાદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતમાં તેને 'હાથીચક' પણ કહેવામાં આવે છે. આ મોંઘી શાકભાજી સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે પોષક તત્વોથી પણ ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. 1000 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉપલબ્ધ આ સુપરફૂડ હવે ભારતીય રસોડામાં પણ પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. ક્લીવલેન્ડ ક્લિનિકના અહેવાલ મુજબ, આર્ટિચોકમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. એક મોટી આર્ટિચોક માત્ર 76 કેલરી પૂરી પાડે છે, પરંતુ તેમાં 17 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન K, વિટામિન C, ફોલેટ, આયર્ન અને પોટેશિયમ સહિત ઘણાં પોષક તત્વો હોય છે. ખાસ વાત એ છે કે તેમાં કોલેસ્ટ્રોલ અને ફેટ બિલકુલ હોતું નથી, જે તેને હેલ્ધી ઓપ્શન બનાવે છે. આવો જાણીએ આર્ટિચોક ખાવાથી શું શું ફાયદા થાય છે.

બીમારીઓ સામે લડવામાં મદદગાર

1/5
image

આર્ટિચોકમાં રહેલ ફાઈટોકેમિકલ્સ બેક્ટીરિયા, ફંગસ અને વાયરસસામે લડવામાં મદદ કરે છે. આ 8000થી વધુ એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે ફ્રી રેડિકલ્સથી થનાર સેલ ડેમેજને ઓછું કરે છે. તેનાથી કેન્સર અને અન્ય ક્રોનિક બીમારીઓનો ખતરો પણ ઘટે છે.

કોલેસ્ટ્રોલ અને બીપીના દર્દીઓ માટે ફાયદાકારક

2/5
image

હાથીચકમાં સાઈનરિન નામનો ફાઈટોકેમિકલ મળે છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેના સિવાય તેમાં રહેલા પોટેશિયમ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.   

પાચન અને લિવરનું આરોગ્ય સુધારે

3/5
image

આર્ટિચોક લિવરને ડિટોક્સ કરવામાં અને પાચન શક્તિ વધારવામાં કારગર છે. આ ઈરિટેબલ બાઉલ સિંડ્રોમને ઓછું કરવા અને લિવર ડેમેજથી બચાવવામાં મદદ કરે છે.  

વજન ઘટાડવા અને કેન્સરથી સુરક્ષા

4/5
image

ફાઈબર અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોવાના કારણે તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે તેનાથી પોલિફેનો એન્ટીઓક્સીડેન્ટ કેન્સર સેલને વધતા રોકે છે.

Disclaimer:

5/5
image

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.