ફરી એકવાર ગુજરાત માટે મહાભયંકર આગાહી! આગામી 36 કલાકમાં શું થવાનું છે? તે તો ભગવાન બચાવે!

Ambalal Patel Prediction: ફરી એકવાર ગુજરાત માટે મહાભયંકર આગાહી સામે આવી છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં શું થવાનું છે તે તો ભગવાન બચાવે તેવી સ્થિતિ છે. રાજ્યમાં આગામી 36 થી 40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે જેટલો વરસાદ નોંધાશે.

1/12
image

ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય છે. 

2/12
image

અંબાલાલ પટેલે કહ્યુ કે, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આવી સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી છે. 

3/12
image

આગામી 36 કલાક બહુ જ ડેન્જર છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, અને કચ્છના દરિયાઈ કાંઠા માટે આગામી 36 કલાક બહુ જ ભારે છે. આ તમામ જિલ્લા આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપી શકાય. કારણ કે, આ જિલ્લાઓમાં હવે જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાંખે તેવો વરસાદ લાવશે.   

4/12
image

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. 28 મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.

5/12
image

આજે ભારે વરસાદનું અલ્ટીમેટમ આવી ગયું છે. આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ છે. હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ છે. બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે.

6/12
image

આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના રેડ અલર્ટ છે. અમદાવાદમાં આજે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં આજે રેડ અલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યેલો અલર્ટ અપાયુ છે. તો મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ અલર્ટ છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અસાધારણ વરસાદની આગાહી કરાઈ છે. ગત ગુજરાતમાં 24 કલાકમાં ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ છે. વડોદરા સહિત 10 જિલ્લામાં 12 ઇંચથી વધુ ખાબક્યો. 

7/12
image

31 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આગામી 48 કલાક અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે 27 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો તમે પણ જાણો 31 ઓગસ્ટ સુધી શું છે હવામાન વિભાગની આગાહી અને કયારે કયા જિલ્લામાં વરસાદ પડશે. 

27 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદની આગાહી

8/12
image

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 27 ઓગસ્ટે ગુજરાતમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

28 ઓગસ્ટે આ જિલ્લામાં વરસાદની આગાહી

9/12
image

28 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.

29 ઓગસ્ટે આ જિલ્લામાં છે આગાહી

10/12
image

29 ઓગસ્ટે કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય કેટલીક જગ્યાઓમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, તાપી, નવસારી, વલસાદ, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.  

30 ઓગસ્ટે અહીં પડશે વરસાદ

11/12
image

30 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કોઈ આગાહી નથી.

31 ઓગસ્ટની આગાહી

12/12
image

31 ઓગસ્ટે રાજ્યમાં માત્ર કચ્છ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અન્ય કોઈ જિલ્લામાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.