ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા, અંબાલાલ પટેલે તારીખો સાથે કરી નવી આગાહી
Gujrarat Rain Alert: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે ઓગસ્ટમાં કેવો વરસાદ પડશે તેની માહિતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખો સાથે આવી દીધી છે. તમે પણ જાણો અંબાલાલ પટેલની આગાહી..
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે.
ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વિય ભાગોમાં જશે
હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર-પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
તો 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. રાજ્યમાં 26થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 16 ઓગસ્ટે મગધ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે. 17 ઓગસ્ટથી મચ્છર-માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી. તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઉભી થાય તો કૃષા પાકોમાં રોગો આવી શકે છે.
Trending Photos