સાવધાન રહેજો! અઠવાડિયાના આ દિવસે આવે છે સૌથી વધુ હાર્ટ એટેક
risk of heart attack on monday : ફેસમ કાર્ડિયોથોરેસિક સર્જન અને માધુરી દિક્ષિતના પતિ ડો.શ્રીરામ નેનેએ એક મહત્વની માહિતી આપી છે. આંકડા બતાવે છે કે, સોમવરના દિવસે હાર્ટ એટેક આવવાની શક્યતા 13 ટકા વધી જાય છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના એક રિપોર્ટમાં પણ આવો દાવો કરવામાં આવ્યો છે.
સોમવારનો દિવસ ભારે
ડો.શ્રીરામ નેનેએ ઈન્સ્ટા પર આ પોસ્ટ શેર કરી છે. જેના અનુસાર સોમવારે હાર્ટ એટેકનો ખતરો સૌથી વધુ હોય છે. ડો.નેને પહેલા સોમવારે હાર્ટ એટેક આવવા પર ચર્ચા થઈ ચૂકી છે. આ પહેલા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન (BHF) એ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, આ દિવસે હાર્ટ એટેકનો ખતરો 13 ટકા વધારે રહે છે. તેને બ્લ્યૂ મંડે પણ કહેવાય છે.
કયા સમયે સૌથી વધારે હાર્ટ એટેક આવે છે
આ ખતરો સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો હોય છે. જોકે, આ વિશેની કોઈ માહિતી નથી. આ માત્ર અનુમાન છે કે, સોમવારે સવારે ઉઠવા પર બ્લડ કોર્ટિસોલ અને હોર્મોન વધી ગયેલા હોય છે. આ કારણે સર્કાડિયન રિદન હોઈ શકે છે. જે ઉંઘવા અને ઉઠવાની સાઈકલને યોગ્ય રાખવાનું કામ કરે છે. જાણકારો કહે છે કે, ઊંઘવા અને ઉઠવાની સાયકલમાં બદલાવ સૌથી વધુ સ્વાસ્થય પર અસર કરે છે.
સોમવારે સવારે જ કેમ હાર્ટ એટેક આવે છે
ડોક્ટર નેનેએ જણાવ્યું કે, વિકેન્ડ પર મોટોભાગના લોકો પોતાના પસંદગીના શો જુએ છે અથવા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં જતા હોય છે. જેને કારણે મોડી રાતે ઊંઘ કરતા હોય છે. આ કારણે તેમને ઊંઘવાની અને જાગવાના સમયમાં અસર થાય છે અને સર્કાડિયન રિદનમાં બદલાવ થવાથી રવિવારે રાતની ઊંઘ ઓછી હોય છે. જેને સોશિયલ જેટ લૈગ કહેવાય છે. ઊંઘ ઓછી આવવી કે ખરાબ આવવાથી બ્લડ પ્રેશર કે કોર્ટિસોલનું લેવલ વધે છે. જે હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે.
Disclaimer
(આ માહિતી અનેક ઈન્ટરનેટ રિપોર્ટસ આધારિત છે. ZEE Media કોઈ પણ દાવાની પુષ્ટિ નથી કરતું. તમે વધુ માહિતી માટે એક્સપર્ટની સલાહ લઈ શકો છો.)
Trending Photos