40 ની ઉંમર વટાવી હોય તે મહિલાઓ ખાસ વાંચે, આ બીમારીઓ ઘર કરી જાય તે પહેલા કરો આ ઉપાય

મોટાભાગની મહિલાઓને 40 વર્ષ બાદ અનેક બીમારીઓ આવવા લાગે છે. કેટલીક બીમારીઓ તો ઘાતક પણ હોય છે. સામાન્ય રીતે 40 વર્ષ પછી મહિલાઓ મેનોપોઝની નજીક હોય છે. મેનોપોઝના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘૂસવા લાગતી હોય છે. આ વિશે ખાસ જાણો અને તેનાથી બચવાના ઉપાયો પણ જાણો. 
 

ડાયાબિટીસ

1/6
image

40 વર્ષ બાદ મહિલાઓમાં શુગર એટલે કે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. થાક, વધુ તરસ, વધુ પેશાબ, દ્રષ્ટિમાં સમસ્યા, વજન ઓછું થવું, પેઢાં ઢીલા પડવા વગેરે શુગરના કેટલાક લક્ષણો છે. 

આર્થરાઈટિસ

2/6
image

સામાન્ય રીતે 40 વર્ષ બાદ આર્થરાઈટિસની સમસ્યા આવવા લાગતી હોય છે. સાંધામાં દુખાવો, જકડાઈ જવા વગેરે બીમારીના પ્રમુખ લક્ષણો છે. 

ઓસ્ટિયોપોરોસિસ

3/6
image

40ની ઉંમર બાદ મહિલાઓના હાડકા નબળા પડવા એ ખુબ સામાન્ય છે. હોર્મોન્સમાં ફેરફારના કારણે શરીરની બનાવટમાં પણ ફેરફાર થાય છે. આથી મહિલાઓને હંમેશા ડોક્ટર્સ કેલ્શિયમ અને વિટામીન ડી રિચ ચીજોની સલાહ આપે છે. 

યુરિન ઈન્ફેક્શનના લક્ષણો

4/6
image

ઉંમર વધવાની સાથે યુરિનવાળી નસો નબળી પડવા લાગે છે, અનેકવાર એવું બને છે કે આપણા પેશાબ પર નિયંત્રણ રહેતું નથી. આવામાં વધતી ઉંમર સાથે મહિલાઓમાં આ સમસ્યાઓ ખુબ સામાન્ય થઈ જાય છે. 

કિડનીમાં પથરી

5/6
image

આજના સમયમાં કિડનીમાં પથરી ખુબ સામાન્ય થઈ ગઈ છે. આ પથરી પુરુષ કે મહિલાઓ ગમે તેને થઈ શકે છે. પરંતુ એવું જોવા મળ્યું છે કે 40 વર્ષની આજુબાજુ મહિલાઓને કિડનીમાં પથરીની સમસ્યા થતી હોય છે. કિડનીની પથરી વાસ્તવમાં પથરી નથી હોતી પરંતુ યુરિનના રસ્તામાં જમા થયેલા પદાર્થ હોય છે. તેથી નિયમિત રીતે પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.   

ઉપાય

6/6
image

ખાવા પીવામાં આજથી જ લીલા શાકભાજીને એડ કરો. સવારે રોજ નિયમિત રીતે કસરત કરો. સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણી જરૂર પીવો. આ તમામ ચીજોનું પાલન કરવાની સાથે જ્યારે પણ મહેસૂસ થાય તો ડોક્ટર પાસે રૂટિન ચેકઅપ જરૂર કરાવો અને જો તમારું વજન કારણ વગર વધી રહ્યું હોય કે વાળ ઉતરી રહ્યા હોય તો થાઈરોઈડ ટેસ્ટ જરૂર કરાવો.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.