Health Tips: કોરોના કાળમાં ફેફસાંને સ્વસ્થ રાખવા લો આ આહાર, શરીરમાં થશે શક્તિનો સંચાર
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફેફસાં એટલે કે લંગ્સ આપણા શરીરનો મહત્વનો ભાગ છે. ખાસ કરીને કોરોના કાળમાં ફેફસાંને સ્વસ્થ રાખવા મહત્વનું બની ગયું છે. ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આપણે કેટલાક આહાર અપનાવવાની જરૂર છે. જે બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરશે
અખરોટ
અખરોટ ઓમેગા-3 ફેટી એસિડનો એક મુખ્ય સ્ત્રોત હોય છે. માત્ર મુઠ્ઠીભર અખરોટ ખાવાથી અસ્થમા અને અન્ય શ્વાસ સંબંધીત બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. અખરોટ તમારા ફેફસાંને હેલ્ધી બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
વિટામિન સી યુક્ત આહાર
વિટામિન સી યુક્ત આહાર અનેક પ્રકારની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય તે વિટામીન સી ફેફસાંને પ્રદૂષણથી પણ બચાવે છે. વિટામિન સી યુક્ત ફૂડમાં લીંબૂ, સંતરા, આમળા, લીલા શાકભાજી અને ટામેટાં તેમજ બટેટાનો સમાવેશ થાય છે.
હળદર
એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-વાયરલ, એન્ટી-ઈન્ફ્લેમેન્ટ્રી ગુણોથી ભરપુર હળદર ફેફસાં માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટથી સોજો ઓછો થાય છે. સાથે જ એન્ટી-ઓક્સિડન્ટ્સ ફેફસાને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તમે હળદરને ભોજનમાં મસાલા તરીકે લઈ શકો છો અન રોજ ગરમ દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો.
ઓરેગાનો
ઓરેગાનોમાં રહેલું રોઝામેરિનિક એસિડ નામનું તત્વે ફેફસાંને ખૂબ જ ફાયદો કરાવે છે. જે ફેફસાના બ્લડ સર્ક્યૂલેશનને યોગ્ય રાખે છે. સાથે જ તેમાં રહેલા એન્ટીમાઈક્રોબાયલ ગુણ તમને ઈન્ફેક્શન અને બીમારીથી સુરક્ષિત રાખે છે.
આદુ
આદુ ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે. તેનાથી તે ફેફસાંના સોજો અને ઈન્ફેક્શનને પણ દૂર કરે છે. આદુમાં અનેક ગુણ મળે છે, જે ઈમ્યુનિટી વધારવા માટે ફાયદાકારક છે.
ગિલોય
કોરોના કાળમાં ઈમ્યુનિટી વધારવા માટે ગિલોયનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. ગિલોયમાં ખાસ એન્ટી માઈક્રોબાયલ ગુણો હોય છે. જે વિષાણુઓ સામે લડવામાં મદદ કરે છે.
અજમો
અજમો અને તેના ફૂલ બંને ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. સાથે જ અજમાના પાનની ચા પીવાથી તમામ ફેફસાં સ્વસ્થ રહે છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ જેવા કે એપિગેનિન અને લ્યુટેલિન સોજા ઓછા કરે છે.
Trending Photos