નવરાત્રિ માટે સરકારનો એક્શન પ્લાન : ગરબા સ્થળે હવે આરોગ્ય સુવિધા મળશે

Heart Attack : આરોગ્ય વિભાગની આ માર્ગદર્શિકા ગુજરાતના 8 કોર્પોરેશન અને 157 નગરપાલિકા વિસ્તાર માટે ખાસ અમલી રહેશે. ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોમાં ખાસ સૂચનાઓ આપવામા આવશે

1/10
image

નવરાત્રી તહેવારના પર્વને ધ્યાનમાં રાખી હાર્ટ એટેકના દર્દીઓ માટે આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. જેનુ પાલન ગુજરાતના તમામ ગરબા આયોજકોએ કરવુ પડશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. નવરાત્રિમાં આવા બનાવો ન વધે તે માટે નવરાત્રિમાં આરોગ્ય વિભાગ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસો વધતા ખાસ માર્ગદર્શિકામાં સલાહ સૂચનો કરવામાં આવ્યા. જેમાં નવરાત્રિના આયોજકોએ આ વર્ષે મેડિકલ કીટ ફરજિયાત પણે રાખવી પડશે.  

2/10
image

નવરાત્રી દરમિયાન આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રી મહોત્સવ ગુજરાતીઓ માટે શક્તિનો મહિમા છે. ગરબાના ખાનગી આયોજકોએ આરોગ્યની ટીમ રાખવી ફરજિયાત કરી છે. આ વખતે મોટી નવરાત્રી થતી હશે ત્યાં ખાસ કાળજી રાખવામાં આવશે. ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યની વ્યવસ્થા રહેશે. કોઈપણ પ્રકારના બનાવમાં આરોગ્યની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. CHC અને PHC સેન્ટરમાં પણ આ મુજબની સૂચના આપવામાં આવી છે. ગરબાના આયોજકો દ્વારા પણ આ વ્યવસ્થા કરવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમની રાખવાની વ્યવસ્થા આયોજકોએ કરવાની રેહેશે. 

3/10
image

તેમણે વધુમાં કહ્યું કે, આરોગ્ય વિભાગ પણ વ્યવસ્થા કરી છે. માત્ર હાર્ટ એટેક નહિ પરંતુ અન્ય કોઈપણ પ્રકારના બનાવમાં આરોગ્યલક્ષી સેવા મળી રહેશે. ભાજપ અને આરોગ્ય વિભાગ દ્વારા CPRની તાલીમના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અનેક સેવાભાવી સંસ્થા અને સામાન્ય લોકોએ તાલીમ લીધી છે. દરેક લોકોએ વર્ષે એક વખત મેડિકલ ચેકઅપ કરાવવા તેવી મારી અપીલ છે. 

4/10
image

આરોગ્ય વિભાગની આ માર્ગદર્શિકા ગુજરાતના 8 કોર્પોરેશન અને 157 નગરપાલિકા વિસ્તાર માટે ખાસ અમલી રહેશે. ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોમાં ખાસ સૂચનાઓ આપવામા આવશે. માર્ગદર્શિકા મુજબ, ગરબાના સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવામાં આવશે.  CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવામાં આવશે. હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના આપવામાં આવશે. ભાજપના ડોકટર સેલના હોદ્દેદારો અને કાર્યકરો પણ ગરબા સ્થળે હજાર રહેશે.   

ખેલૈયાઓેને મહત્વની સૂચનો

5/10
image

આ ઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા. 

ખેલૈયાઓેને મહત્વની સૂચનો

6/10
image

નિયમીત એક્સરસાઇઝ ન કરતા 40 વર્ષથી વધારેની ઉંમરના ખેલૈયાઓના પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી. પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી. ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો થાય, ઉલ્ટી થાય , પરસેવાની સાથે ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વોસોસ્વાસની તકલીફ થાય તો ગરબા રમાવાનુ બંધ કરી શાંતીથી બેસવું . ખેલૈયાઓ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવે

ખેલૈયાઓેને મહત્વની સૂચનો

7/10
image

ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જ્યુસ પીવો. કેળું, નારીયેળ પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશીયમ વાળું ખોરાક લેવો. ભરપેટ ખોરાક લીધા બાદ ગરબા ના રમવા. ગરબાના સ્થળે પ્રાથમિક સારવાકની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા. જો કોઇ બિમારી હોય તો નજીકના લોકોને અગાઉથી જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફ થાય તો મદદ મળી શકે

ખેલૈયાઓેને મહત્વની સૂચનો

8/10
image

આયોજન સ્થળની નજીકની હોસ્પીટલ સાથે ઔપચારીક જોડાણ કરવુ જેથી કોઇ ઘટના બને તો હોસ્પીટલને જાણ કરી શકાય. ગરબા સ્થળે હાજર સપોર્ટ સ્ટાફ , સુરક્ષાકર્મી, અન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવી. સાથે જ નવરાત્રિ દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા. ખેલૈયાઓએ ગરબા પહેલાં ઇકો અને ટીએમટી રીપોર્ટ કરાવવા સલાહ આપી છે.   

9/10
image

10/10
image