Sugarcane Juice: ઉનાળામાં રોજ પીવો જોઈએ એક ગ્લાસ શેરડીનો રસ, થાય છે અઢળક ફાયદા...ખાસ જાણો

ઉનાળામાં એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન કરવું જોઈએ અને શરીરને તરબતોળ કરી દે. એવી ચીજોથી દૂર રહેવું જોઈએ તે શરીરને નુકસાન પહોંચાડે. એક ગ્લાસ શેરડનો રસ તમારા શરીરને એવા એવા ફાયદા આપે છે કે જાણીને દંગ રહી જશો. શરીરને ફીટ અને બીમારીઓથી દૂર રાખવા માટે શેરડીનો રસ ખુબ ઉપયોગી છે. જાણો તેના ફાયદા વિશે...

ઈમ્યુન સિસ્ટમ મજબૂત

1/5
image

રોજ એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી શરીરને ફ્રેશ રાખવામાં તો મદદ મળે છે સાથે સાથે તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ સહિત મહત્વના પોષકતત્વો હોય છે. ભારતના જાણીતા ન્યૂટ્રિશન એક્સપર્ટ નિખલ વત્સે જણાવ્યું કે રોજ એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેમાં હેપાટોપ્રોટેક્ટિવ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે.   

બોડીને હાઈડ્રેટ

2/5
image

તમારા નબળા શરીરને મજબૂતી આપવામાં પણ તે ખુબ મદદ કરે છે. રોજ પીવાથી બોડીને એનર્જી પણ મળશે અને તમે ફીટ પણ રહેશો. શેરડીનો જ્યૂસ બોડીને હાઈડ્રેટ રાખવામાં ખુબ મદદ કરે છે. બીમારીઓને શરીરથી દૂર રાખવામાં મદદ કરે છે. 

હાડકાં મજબૂત કરે, લિવર માટે ઉપયોગ

3/5
image

શેરડીનો રસ લિવરને હેલ્ધી રાખવા માટે પણ તમારી ખુબ મદદ કરે છે. તેના નિયમિત સેવનથી તમે અનેક  બીમારીઓથી બચી શકો છો. શેરડીનો રસ કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને મેંગેનીઝથી ભરપૂર હોય છે. હાડકાંને મજબૂત બનાવવામાં પણ તે તમારી ખુબ મદદ કરે છે. 

દાંતની સમસ્યાઓ

4/5
image

દાંતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખુબ મદદ મળે છે. મીઠો શેરડીનો રસ ઉનાળામાં ખુબ મદદરૂપ છે. જોન્ડીસને દૂર રાખવામાં પણ મદદ કરે છે. શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે તમારે શેરડીનો રસ જરૂર પીવો જોઈએ. 

બેડ કોલેસ્ટ્રોલ રાખે દૂર

5/5
image

બેડ કોલેસ્ટ્રોલને દૂર કરીને તમને ફીટ રાખવામાં મદદ કરે છે. ભીષણ ગરમીમાં શેરડીનો રસ ઉર્જા આપવાનું કામ કરે છે. ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે. 

(Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. )  

 

 

 

Disclaimer: प्रिय पाठक, हमारी यह खबर पढ़ने के लिए शुक्रिया. यह खबर आपको केवल जागरूक करने के मकसद से लिखी गई है. हमने इसको लिखने में घरेलू नुस्खों और सामान्य जानकारियों की मदद ली है. आप कहीं भी कुछ भी अपनी सेहत से जुड़ा पढ़ें तो उसे अपनाने से पहले एक्सपर्ट की सलाह जरूर लें.